Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 10:47 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 અને એ ઈસુ નાઝારી છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો, “ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

47 જ્યારે તેને ખબર પડી કે એ તો નાઝારેથના ઈસુ છે ત્યારે તે બૂમો પાડવા લાગ્યો, “ઈસુ, દાવિદના પુત્ર, મારા પર દયા કરો!” ઘણાએ તેને ધમકાવ્યો અને શાંત રહેવા કહ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 એ નાસરેથના ઈસુ છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે, ‘ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

47 આંધળા માણસે સાંભળ્યું કે નાઝરેથનો ઈસુ બાજુમાંથી પસાર હતો. તે આંધળા માણસે બૂમ પાડી, “ઈસુ, દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 10:47
24 Iomraidhean Croise  

યિશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, ને તેની જડમાંથી ઊગતી એક ડાળીને ફળ આવશે.


ઇબ્રાહિમના વંશજ દાઉદના વંશના ઈસુ ખ્રિસ્તની આ વંશાવળી:


અને સર્વ લોકોએ અચરત થઈને કહ્યું, શું એ દાઉદનો દીકરો નથી?”


અને એક કનાની સ્‍ત્રીએ તે સીમમાંથી આવીને બૂમ પાડીને તેમને કહ્યું, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો, મારી દીકરી દુષ્ટાત્માથી બહુ પીડા પામે છે.”


અને તે ‘નાઝારી કહેવાશે, ’ એવું પ્રબોધકોનું કહેલું પૂરું થાય તે માટે તે નાઝરેથ નામના નગરમાં જઈ રહ્યો.


અને જુઓ, બે આંધળા રસ્તાની બાજુએ બેઠેલા હતા, અને ઈસુ પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ બૂમ પાડી, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”


ત્યારે લોકોએ કહ્યું, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાઝરેથના, તે એ છે.”


અને આગળ‍ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું, “દાઉદના દીકરાને હોસાન્‍ના પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્‍ના.”


અને તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું, “એ પણ ઈસુ નાઝારીની જોડે હતો.”


અને ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે આંધળા તેમની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા, “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”


“અરે, ઈસુ નાઝારી, અમારે ને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.”


નાસરેથ જ્યાં તે ઊછર્યા હતા, ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈ ને તે વાંચવા માટે ઊભા થયા.


ત્યારે નથાનિયેલે તેને પૂછ્યું, “શું નાઝરેથમાંથી કંઈ સારું નીકળી શકે?” ફિલિપ તેને કહે છે, “આવીને જો.”


પિલાતે એક લેખ લખીને વધસ્તંભ પર ચોઢયો. “ઈસુ નાઝારી, યહૂદીઓનો રાજા” એવો એ લેખ હતો.


બીજાઓએ કહ્યું, “એ જ ખ્રિસ્ત છે.” પણ કેટલાકે કહ્યું, “શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?


તેઓએ તેને ઉત્તર આપ્યો, “તું પણ શું ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્‍ન થવાનો નથી.”


કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, એ ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને એ બદલી નાખશે.”


મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થડ તથા સંતાન, અને પ્રભાતનો પ્રકાશિત તારો છું.


Lean sinn:

Sanasan


Sanasan