Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 10:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પણ ઈસુ તે જોઈને નાખુશ થયા, ને તેમણે તેઓને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને રોકો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 ઈસુ એ જોઈને ગુસ્સે ભરાયા અને તેમણે શિષ્યોને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ઈસુ તે જોઈને નાખુશ થયા અને તેમણે તેઓને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ઈસુએ શું બન્યું તે જોયું. તેના શિષ્યોએ બાળકોને નહિ આવવા માટેનું કહેવું તેને ગમ્યું નહિ. ઈસુએ તેઓને કહ્યું, “નાનાં બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ. કારણ કે દેવનું રાજ્ય એ લોકોનું છે જેઓ આ નાનાં બાળકો જેવાં છે.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 10:14
36 Iomraidhean Croise  

અને તારો ઈશ્વર તથા તાર પછીના તારા વંશજોનો ઈશ્વર થવા માટે, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દરપેઢી તારા પછીના તારા વંશજોનો ઈશ્વર થવા માટે, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દરપેઢી તારા પછી તારા વંશજોની વચ્ચે કરીશ.


યહોવાનાં સ્તોત્ર, તેમનું સામર્થ્ય તથા તેમનાં કરેલાં આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના દીકરાઓથી આપણે તે સંતાડીશું નહિ.


તેઓ નકામી મહેનત કરશે નહિ, ને ત્રાસ પામવા માટે પ્રજા સહિત તેઓ યહોવાના આશીર્વાદિતોનાં સંતાન છે


પણ તમારાં છોકરાં જેઓના વિષે તમે કહ્યું, કે તેઓ લૂટરૂપ થઈ જશે, તેઓને હું અંદર લાવીશ, ને જે દેશને તમે તુચ્છ કર્યો છે તેના તેઓ અનુભવ કરશે.


સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો, કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના પિતાનું મોં સદા જુએ છે. [


માટે જે કોઈ પોતાને આ બાળકના જેવું દીન કરશે, તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટું છે.


પણ ઈસુએ કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ, કેમ કે આકાશનું રાજ્ય એવાંઓનું જ છે.”


ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરવામાં આવી છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.


“આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.


અને તેઓનાં હ્રદયની કઠણતાને લીધે તે દુ:ખી થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓ તરફ જોઈને તે માણસને કહે છે, “તારો હાથ લાંબો કર.” અને તેણે તે લાંબો કર્યો; ને તેનો હાથ સાજો થયો.


પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો, “શેતાન, મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે.”


ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું, “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી’


ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી.


કેમ કે તે વચન તમારે માટે, તમારાં છોકરાંને માટે, તથા જેઓ દૂર છે તેઓને માટે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાંને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને માટે છે.”


તમે પ્રબોધકોનાં સંતાન છો, અને ‘તમારી સંતતિદ્વારા પૃથ્વી પરનાં સર્વ કુળો આશીર્વાદિત થશે, ’ એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેના [સંતાન] તમે છો.


વળી જો પ્રથમ ફળ પવિત્ર છે, તો [આખો] લોંદો પણ પવિત્ર છે. અને જો જડ પવિત્ર છે, તો ડાળીઓ પણ પવિત્ર છે.


સુવાર્તાના સંબંધમાં તો તમારી ખાતર તેઓ [ઈશ્વરના] શત્રુ છે ખરા, પણ પસંદગીના સંબંધમાં તો પૂર્વજોની ખાતર તેઓ [તેમને] વહાલા છે.


ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.


કેમ કે અવિશ્વાસી પતિ [વિશ્વાસી] પત્નીથી પવિત્ર થયેલો છે, અને અવિશ્વાસી પત્ની [વિશ્વાસી] પતિથી પવિત્ર થયેલી છે, નહિ તો તમારાં બાળકો અશદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે.


ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.


અને તારા પિતૃઓ ઉપર તેમનો પ્રેમ હતો તે માટે તેમણે તેમની પાછળ તેમના વંશજોને પસંદ કર્યા, ને પોતે હાજર થઈને પોતાના મોટા સામર્થ્ય વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા.


કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલાં તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનીકેમાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે.


અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્‍ત્ર જાણે છે, તે [પવિત્ર શાસ્‍ત્ર] ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને માટે તને‍ જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે.


ઇઝરાયલની આખી સભાની આગળ, તેમ જ પરદેશીઓ તેઓની સાથે‍ વ્યવહાર રાખતા હતા તેઓની આગળ, મૂસાએ આપેલી સર્વ આજ્ઞા માંનો એક પણ શબ્દ એવો નહોતો કે જે યહોશુઆએ વાંચ્યો ન હોય.


નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા રાખો.


તેઓના મોંમાં અસત્ય ન હતું. તેઓ નિર્દોષ છે.


તેણે માનતા માનીને કહ્યું, “હે સૈન્યોના ઈશ્વર યહોવા, જો તમે આ તમારી દાસીના દુ:ખ સામું નક્‍કી જોશો, મને સંભારશો, ને તમારી દાસીને વીસરશો નહિ, પણ તમારી દાસીને દીકરો આપશો, તો હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ, ને તેના માથા પર અસ્‍ત્રો કદી ફરશે નહિ.”


પણ હાન્‍ના ગઈ નહિ; કેમ કે તેણે પોતાના પતિને કહ્યું, “છોકરાને ધાવણ છોડાવ્યા પછી હું તેને લઈ જઈશ કે, તે યહોવાની સમક્ષ હાજર થઈને સદા ત્યાં રહે.”


Lean sinn:

Sanasan


Sanasan