Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 10:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને ત્યાંથી ઊઠીને તે યર્દનને પેલે પાર યહૂદિયાના પ્રદેશોમાં આવે છે; અને ફરી ઘણા લોકો આવીને તેમની પાસે એકત્ર થાય છે. અને તેમના રિવાજ પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પછી ત્યાંથી નીકળીને ઈસુ યર્દન નદીની પેલે પાર આવેલા યહૂદિયાના પ્રદેશમાં આવ્યા. લોકોનાં ટોળેટોળાં તેમની પાસે આવ્યાં અને તે તેમને હંમેશની માફક શીખવવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ત્યાંથી ઊઠીને ઈસુ યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં આવે છે અને ફરી ઘણાં લોકો આવીને તેમની પાસે એકઠા થાય છે; તેમની પ્રથા પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી ઈસુએ તે જગ્યા છોડી. તે યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં ગયો. ફરીથી ઘણા લોકો તેની પાસે આવ્યા. ઈસુ હંમેશા કરતો હતો, તેવી રીતે લોકોને ઉપદેશ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 10:1
17 Iomraidhean Croise  

વળી સભાશિક્ષક સમજણો હતો, તેથી તે લોકોને જ્ઞાન શીખવ્યા કરતો; હા, તે વિચાર કરીને ઘણાં નીતિવચનો શોધી કાઢતો, અને તેમને નિયમસર ગોઠવતો.


તેઓએ મારી તરફ મુખ નહિ, પણ પીઠ ફેરવી છે! મેં પ્રાત:કાળે ઊઠીને ને ઉપદેશ કરીને તેઓને સમજાવ્યું છે, તોપણ તેઓએ સાંભળ્યું નહિ ને મારો બોધ લક્ષમાં લીધો નહિ.


તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું, “તમે તરવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ મંદિરમાં બેસીને બોધ કરતો હતો તોપણ તમે મને પકડ્યો નહોતો;


અને ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં ઉપદેશ કરતા, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, ને લોકોમાં દરેક પ્રકારનો રોગ તથા દુ:ખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.


અને તેઓ કપર-નાહૂમમાં ગયા, ને તરત વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તેમણે ઉપદેશ આપ્યો.


અને ફરોશીઓએ પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં તેમને પૂછ્યું, “શું પુરુષે પોતાની પત્નીને મૂકી દેવી ઉચિત છે?”


અને મંદિરમાં બોધ કરતાં ઈસુએ ઉત્તર આપીને કહ્યું, “શાસ્‍ત્રીઓ કેમ કહે છે, ‘ખ્રિસ્ત દાઉદનો દીકરો છે?’


હું દરરોજ તમારી આગળ મંદિરમાં બોધ કરતો હતો, ને તમે મને પકડ્યો નહિ! પણ શાસ્‍ત્રવચન પૂરાં થાય, માટે [આમ થાય છે.]


અને તે ફરી સમુદ્રને કાંઠે આવ્યા; અને બધા લોકો તેમની પાસે આવ્યા, ને તેમણે તેઓને બોધ કર્યો.


અને દ્દષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો; અને તેમના બોધમાં તેમણે તેઓને ક્હ્યું,


અને વિશ્રામવાર આવ્યો ત્યારે ઈસુ સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા; અને ઘણાએ એ સાંભળીને છક થઈને કહ્યું, “આ બધું તેમની પાસે ક્યાંથી? અને તેમને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે? અને એમના હાથથી આવાં પરાક્રમી કામો ક્યાંથી થાય છે?


અને ઈસુએ નીકળીને અતિ ઘણા લોકોને જોયા, ને તેમને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હતા. અને તે તેઓને ઘણી વાતો વિષે શીખવવા લાગ્યા.


અને તેઓના અવિશ્વાસને લીધે તે નવાઈ પામ્યા. અને આસપાસ ગામોગામ તે બોધ કરતા ફર્યા.


પછી યર્દનને પેલે પાર, જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા કરતો હતો, તે સ્થળે તે પાછા ગયા, અને ત્યાં રહ્યા.


ત્યાર પછી તે તેમના શિષ્યોને કહે છે, ચાલો, આપણે ફરીથી યહૂદિયા જઈએ.”


ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું જગતની આગળ પ્રગટ રીતે બોલતો આવ્યો છું. સભાસ્‍થાનોમાં તથા મંદિરમાં જ્યાં સર્વ યહૂદીઓ એકત્ર થાય છે, ત્યાં હું નિત્ય બોધ કરતો હતો. અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી.


Lean sinn:

Sanasan


Sanasan