Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 1:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને આખા યહૂદિયા દેશનાં તથા યરુશાલેમના રહેવાસીઓ તેની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 યોહાનને સાંભળવા માટે યહૂદિયાના પ્રદેશમાંથી અને યરુશાલેમ શહેરમાંથી ઘણા લોકો તેની પાસે આવતા. તેઓ પોતાનાં પાપ કબૂલ કરતા અને તે તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આખા યહૂદિયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેમની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહૂદિયા દેશના અને યરૂશાલેમના બધા લોકો યોહાન પાસે આવવા નીકળ્યા. આ લોકોએ કરેલાં પાપોની કબૂલાત કર્યા પછી યર્દન નદીમાં તેઓ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 1:5
15 Iomraidhean Croise  

મેં મારાં પાપ તમારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડયો નથી. મેં કહ્યું, “યહોવાની આગળ હું મારાં ઉલ્લંઘન કબૂલ કરીશ;” અને તમે મારાં પાપ માફ કર્યાં. (સેલાહ)


જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.


અને ગાલીલથી તથા દશનગરથી તથા યરુશાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયાં.


એ પ્રમાણે યોહાન અરણ્યમાં બાપ્તિસ્મા આપતો, અને પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો હતો.


અને યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, ને તેની કમરે ચામડાનો પટો હતો. અને તે તીડો તથા રાની મધ ખાતો હતો.


યર્દનને પેલે પાર બેથાનિયામાં જ્યાં યોહાન બાપ્તિસ્મા કરતો હતો, ત્યાં એ વાતો બની.


યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; અને લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા.


તે સળગતો તથા પ્રકાશતો દીવો હતો! તેના અજવાળામાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા.


વિશ્વાસી થયેલાંઓમાંનાં પણ ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને ખુલ્લાં કહી દેખાડયાં.


ત્યારે પિતરે તેઓને [કહ્યું,] “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે, તમારાં પાપનું નિવારણ થાય, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે.


તમે નીરોગી થાઓ માટે તમારાં પાપ એકબીજાની આગળ કબૂલ કરો, અને એકબીજાને માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.


ત્યારે યહોશુઆએ આખાનને કહ્યું, “મારા દીકરા, ઇઝરાયલના ઈશ્વર યહોવાને મહિમા આપ, ને તેની આગળ કબૂલ કર; અને તેં શું કર્યું છે તે હવે મને કહે; મારાથી કંઈ ગુપ્ત રાખીશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan