Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 1:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને બધા એવા નવાઈ પામ્યા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા, “આ શું છે? આ તો નવો ઉપદેશ છે! કેમ કે અધિકારથી તે અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે, ને તેઓ તેનું માને છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 લોકો અચંબો પામી ગયા અને એકબીજાને પૂછવા લાગ્યા, “આ શું? અધિકારયુક્ત નવું જ શિક્ષણ! આ માણસ દુષ્ટાત્માઓને હુકમ કરે છે, અને તેઓ તેનું માને છે પણ ખરા!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 બધા એવા અચરત થયા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા કે, ‘આ શું છે? આ તો નવો બોધ છે! કેમ કે અધિકારથી તેઓ અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 લોકો નવાઇ પામ્યા હતા. તેઓએ એકબીજાને પૂછયું, “અહીં શું થઈ રહ્યું છે? આ માણસ કઈક નવું શીખવે છે. અને તે અધિકારથી શીખવે છે. તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 1:27
15 Iomraidhean Croise  

જ્યારે લોકોએ જોયું કે મૂંગાંઓ બોલતા થયાં છે, અપંગો સાજાં થયાં છે, લૂલાંઓ ચાલતાં થયાં છે અને આંધળાઓ દેખતાં થયાં છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા, ને ઇઝરાયલના ઈશ્ચરની તેઓએ સ્તુતિ કરી.


કેમ કે હું પણ પરાધીન માણસ છું, ને સિપાઈઓ મારે સ્વાધીન છે. અને એકને હું કહું છું કે, ‘ જા, ’ ને તે જાય છે; અને બીજાને [કહું છું કે] ‘આવ, ’ ને તે આવે છે. અને મારા દાસને [કહું છું કે,] ‘એ, કર, ’ ને તે તે કરે છે.”


અને અશુદ્ધ આત્માને કાઢવામાં આવ્યો, ત્યારે તે મૂંગો બોલ્યો, ને લોકોએ અચરત પામીને કહ્યું, “ઇઝરાયેલમાં આવું કદી જોવામાં આવ્યું નથી.”


અને અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેમાંથી નીકળી ગયો.


અને તરત તેમની કીર્તિ આખા ગાલીલ પ્રાંતમાં ફેલાઈ ગઈ.


અને તેમની વાતોથી શિષ્યો અચંબો પામ્યા. પણ ઈસુ ફરી ઉત્તર આપીને તેઓને કહે છે, “વત્સ, દોલત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું અઘરું છે!


અને યરુશાલેમની ભણી ચઢતાં તેઓ માર્ગમાં હતા; અને ઈસુ તેઓની આગળ ચાલતા હતા. અને તેઓ નવાઈ પામ્યા, ને પાછળ ચાલનારા બીધા. અને તે ફરી બાર [શિષ્યો] ને પાસે બોલાવીને પોતા પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા,


તેઓએ કબરમાં પેસીને સફેદ જામો પહેરેલા અને જમણી તરફ બેઠેલા એક જુવાન માણસને જોયો; તેથી તેઓને નવાઈ લાગી.


પણ તે તેઓને કહે છે, “નવાઈ ન પામો; વધસ્તંભે જડાયેલા ઈસુ નાઝારીને તમે શોધો છો; તે ઊઠ્યા છે; તે અહીં નથી. જુઓ, જે જગાએ તેમને મૂક્યા હતા તે આ છે.


અને તેઓ બેહદ અચંબો પામ્યા, ને બોલ્યા, “તેમણે બધું સારું જ કર્યું છે; તે બહેરાઓને પણ સાંભળતા કરે છે, ને મૂંગાઓને બોલતાં કરે છે.”


તેથી બધાને આશ્ચર્ય થયું. તેઓએ અંદરઅંદર કહ્યું, “આ તે કેવું વચન છે! કેમ કે તે અધિકારથી તથા પરાક્રમથી અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, એટલે તેઓ નીકળી જાય છે.”


તેમણે [પોતાના] બાર [શિષ્યો] ને બોલાવીને તેઓને બધા દુષ્ટાત્માઓ પર, તથા રોગો મટાડવાને પરાક્રમ તથા અધિકાર આપ્યાં.


તેઓએ તેને એરિયોપાગસમાં લઈ જઈને કહ્યું, “તું જે નવો ઉપદેશ કરે છે તે અમારાથી સમજાય એમ છે?


Lean sinn:

Sanasan


Sanasan