Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 7:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે તારા પક્ષની હિમાયત કરીને મને દાદ આપશે ત્યાં સુધી હું યહોવાનો રોષ સહન કરીશ, કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે, તે મને બહાર અજવાળામાં લાવશે, [ને] હું તેમનું ન્યાયીપણું જોઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 હું પ્રભુનો કોપ સહન કરીશ. કારણ, મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. પણ અંતે તો તે મારો પક્ષ લેશે અને મને ન્યાય અપાવશે. તે મને પ્રકાશમાં લાવશે અને હું તેમને હાથે મારો ઉદ્ધાર થયેલો જોઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેઓ મારી તરફદારી કરશે અને મને ન્યાય આપશે ત્યાં સુધી, હું યહોવાહનો ક્રોધ સહન કરીશ, કેમ કે મેં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. તે મને બહાર અજવાળામાં લાવશે, હું તેમનું ન્યાયીપણું જોઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હું યહોવાનો કોપ સહન કરીશ, કારણકે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. તેઓ મારી તરફદારી કરશે અને મને ન્યાય કરશે ત્યાં સુધી. દેવ મને અંધકારમાંથી પ્રકાશમાં લાવશે અને હું તેમનું ન્યાયીપણું જોઇશ.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 7:9
36 Iomraidhean Croise  

અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે યહોવાને કહ્યું, “જુઓ, પાપ તો મેં કર્યું છે, દુષ્ટતા પણ મેં કરી છે. પણ આ ઘેટાં, એમણે શું કર્યું છે? કૃપા કરીને તમારો હાથ મારી વિરુદ્ધ તથા મારા પિતાના કુટુંબની વિરુદ્ધ થાઓ.”


પરંતુ મારી ચાલચલગત તે જાણે છે; મને તે પરખશે ત્યારે હું સોના જેવો નીકળીશ.


જ્યારે તું કહે છે, ‘હું તેમને જોતો નથી, ’ ત્યારે તે નહિ [સાંભળશે] એ કેટલું વિશેષ સંભવિત છે! પણ [તારો] દાવો તો તેમની આગળ છે, માટે તું તેમની વાટ જો.


મારી હિમાયત કરો અને મને છોડાવો; તમારા વચન પ્રમાણે મને જીવાડો.


તે તારા ન્યાયીપણાને અજવાળાની જેમ, અને તારા ન્યાયને બપોરની જેમ તેજસ્વી કરશે.


હે ઈશ્વર, મારો ન્યાય કરો, તથા અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; કપટી તથા અન્યાયી માણસથી મને છોડાવો.


હે યહોવા, તમે કોપ કરીને ઊઠો, મારા શત્રુઓના જુસ્સાની વિરુદ્ધ ઊભા થાઓ; મારે માટે જાગ્રત થાઓ; તમે ન્યાય કરવાની આજ્ઞા આપી છે.


કેમ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે; અને યથાર્થ હ્રદયવાળા સર્વ તેને અનુસરશે.


જે માર્ગ આંધળાઓ જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે વાટોની તેમને માહિતી નથી, તેઓ પર હું તેમને ચાલતા કરીશ. તેમની સંમુખ હું અંધકારને અજવાળારૂપ, ને ખરબચડી જગાઓને સપાટ કરીશ. જે કામો હું કરવાનો છું તે એ છે, ને હું તેમને પડતાં મૂકીશ નહિ.


જેથી તું આંધળી આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોને, ને કારાગૃહમાંથી અંધકારમાં બેસનારાઓને બહાર કાઢે.


હું મારો ન્યાય પાસે લાવું છું, તે છેટે રહેનાર નથી, મારા તારણને વાર લાગવાની નથી; હું સિયોનમાં મારું તારણ [મૂકીશ] , ને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.”


તારા યહોવા તથા તારા ઈશ્વર, જે પોતાના લોકોને માટે વાદ કરનાર છે, તે એવું કહે છે, “જો લથડિયાં ખવડાવનારો પ્યાલો, ને મારા કોપનો કટોરો મેં તારા હાથમાંથી લઈ લીધો છે; તેમાંનું તું હવે પછી કદી પીનાર નથી.


યહોવા કહે છે, “ન્યાયનું પાલન કરો ને પ્રમાણિકપણે વર્તો; કેમ કે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે.


મારા ઘાને લીધે મને હાય હાય! મને ભારે જખં લાગ્યો છે. પણ મેં કહ્યું, “આ તો ખરેખર મારું દુ:ખ છે, ને તે માટે સહેવું જોઈએ.


[મારા લોકો પોકારે છે,] “હે યહોવા, જો કે અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તોપણ તમારા નામની ખાતર કંઈક કરો; કેમ કે અમે વારંવાર પાછા હઠયા છીએ, તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


યહોવાએ આપણું ન્યાયીપણું ખુલ્લું કર્યું છે; આવો, સિયોનમાં આપણા ઈશ્વર યહોવાનું કામ પ્રગટ કરીએ.


યહોવા ન્યાયી છે, કેમ કે મેં તેમની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે. હે સર્વ લોકો, કૃપા કરીને સાંભળો, ને મારું દુ:ખ જુઓ! મારી કુમારિકાઓ તથા મારા જુવાનો બંદીવાસમાં ગયાં છે.


તેથી હું પણ તેઓથી ઊલટો ચાલ્યો, ને તેમના શત્રુઓના દેશમાં તેઓને લાવ્યો. તે વખતે જો તેઓનું બેસુન્‍નત હ્રદય નમ્ર થયું હશે, અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા કબૂલ કરશે,


ત્યારે તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેમની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.”


માટે તમે સમયની અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ નિર્ણય ન કરો. કેમ કે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે, અને હ્રદયોની ધારણાઓ પણ પ્રગટ કરશે. અને તે સમયે દરેકનાં વખાણ ઈશ્વર તરફથી થશે.


હવે મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે; અને માત્ર મને નહિ, પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓને પણ આપશે.


ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો; કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.”


માટે યહોવા ન્યાયાધીશ થઈને મારી ને તમારી વચ્ચે ચુકાદો આપો ને જોઈને મારા પક્ષની હિમાયત કરો, ને મને તમારા હાથમાંથી છોડાવો.”


નાબાલ મરણ પામ્યો છે એ દાઉદે સાંભળ્યું, ત્યારે તેણે કહ્યું, “યહોવા જેમણે નાબાલ પર મને મહેણાં મારવાનું વેર લીધું છે, ને જેમણે પોતાના સેવકને અન્યાય કરતાં અટકાવ્યો છે તેમને ધન્ય હોજો. યહોવાએ નાબાલનું દુષ્ટ કર્મ તેને પોતાને જ માથે પાછું વાળ્યું છે.”


વળી દાઉદે કહ્યું, “જીવતા યહોવાના સમ કે, યહોવા તેમને મારશે; અથવા તો તેમના મોતનો દિવસ આવી પહોંચશે, અથવા તો તે યુદ્ધમાં ઊતરી પડશે, ને નાશ પામશે.


શમુએલે તે સર્વ વાત તેને કહી, ને તેનાથી કંઈ પણ છુપાવ્યું નહિ. પછી એલીએ કહ્યું, “તે યહોવા છે; તેમની દષ્ટિમાં જે સારું લાગે તે કરે.”


Lean sinn:

Sanasan


Sanasan