Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 7:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે પુત્ર પિતાનું માન રાખતો નથી, પુત્રી પોતાની માની સામી, ને વહુ પોતાની સાસુની સામી થાય છે. માણસના શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 આવે વખતે પુત્રો પિતાનું માન રાખશે નહિ, પુત્રીઓ માતાની સામે થશે, યુવાન સ્ત્રીઓ સાસુઓ સામે લડશે. પોતાના કુટુંબીજનો જ માણસના શત્રુ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે દીકરો પોતાના પિતાનો આદર કરતો નથી. દીકરી પોતાની માની સામે થાય છે, વહુ પોતાની સાસુની સામે થાય છે; માણસનાં શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કારણકે એક પુત્ર પોતાના પિતાનો આદર કરતો નથી. પુત્રી માની સામે થાય છે, ને વહું પોતાની સાસુની સામી થાય છે; માણસના કુટુંબીઓ જ તેના વૈરી બની ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 7:6
24 Iomraidhean Croise  

પાણી જેવો અસ્થિર હોવાથી તું ઉત્તમતા પામશે નહિ; કેમ કે તું તારા પિતાની પથારી પર ગયો, ને તેને ભ્રષ્ટ કરી; મારા બિછાનઅ પર તે ચઢયો.


દાઉદે અબિશાયને તથા પોતાના બધા ચાકરોને કહ્યું, “જુઓ, મારા પેટનો દીકરો મારો પ્રાણ લેવા માગે છે, તો આ બિન્યામીની એ પ્રમાણે કરે એમાં શી નવાઈ? તેને રહેવા દો, તે ભલે શાપ આપે, કેમ કે યહોવાએ તેને ફરમાવ્યું છે.


હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.


એવી પણ એક પેઢી છે કે જે પોતાના પિતાને શાપ આપે છે, અને પોતાની માને આશીર્વાદ આપતી નથી.


જે આંખ પોતાના પિતાની મશ્કરી કરે છે. અને જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે. અને ગીધનાં બચ્‍ચાં તેને ખાઈ જશે.


લોકો એકબીજા પર, ને દરેક જન પોતાના પડોશી પર જુલમ ગુજારશે. છોકરો વડીલનો, ને નીચ માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે.


સૈન્યોના [ઈશ્વર] યહોવાના કોપથી દેશ બળી જાય છે, અને લોકો અગ્નિના બળતણ જેવા થાય છે; કોઈ માણસ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.


કેમ કે તારા ભાઈઓએ તથા તારા પિતાના કુટુંબના માણસોએ પણ તારી સાથે કપટ કર્યું છે! તેઓએ પણ તારી પાછળ મોટી બૂમ પાડી છે. તેઓ ભલે તને મીઠી વાતો કહે, તોપણ તેઓના પર ભરોસો ન રાખ.”


કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”


“તમે દરેક તમારા પડોશીથી સાવધાન રહો, કોઈ પોતાના ભાઈ પર ભરોસો ન રાખો કેમ કે દરેક ભાઈ કાવતરું કર્યા કરશે, ને દરેક પડોશી નિંદા કર્યા કરશે.


તારી અંદર માત-પિતાનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. તારી અંદર પરદેશીઓ પર કેર વર્તાવવામાં આવ્યો છે. તારી અંદર અનાથ પર તથા વિધવાઓ પર જુલમ ગુજારવામાં આવ્યો છે.


તારી સાથે સંપ કરનારા સર્વ માણસોએ તને માર્ગ પર, હા, છેક સરહદ સુધી હાંકી કાઢ્યો છે. જે માણસો તારી સાથે સલાહસંપમાં રહેતા હતા તેઓએ તને ઠગીને તારા ઉપર જીત મેળવી છે. તારી રોટલી [ખાનારાઓ] તારી નીચે ફાંસલો માંડે છે, [તને] તેની સમજ પડતી નથી.”


અને ભાઈ ભાઈને તથા પિતા દીકરાને મારી નંખાવવાને સોંપી દેશે, ને છોકરાં માબાપની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે.


અને તેમણે ઉત્તર દીધો, “જેણે મારી સાથે થાળીમાં હાથ નાખ્યો છે તે જ મને પરસ્વાધીન કરશે.


પિતા દીકરાની સામો, તથા દીકરો પિતાની સામો થશે; મા દીકરીની સામી, તથા દીકરી પોતાની માની સામી થશે! સાસુ પોતાની વહુની સામી, અને વહુ પોતાની સાસુની સામી થશે. એમ તેઓમાં ભાગલા પડશે!”


વળી માતાપિતા, ભાઈઓ, સગાં તથા મિત્રો પણ તમને પરસ્વાધીન કરશે અને તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે.


આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું. પણ ‘જે મારી [સાથે] રોટલી ખાય છે, તેણે મારી સામે લાત ઉગામી છે, ’ એ [શાસ્‍ત્ર] લેખ પૂરો થવા માટે [એમ થવું જોઈએ.]


Lean sinn:

Sanasan


Sanasan