Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 7:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જે દિવસે તારા કોટ બંધાશે, તે દિવસે તારી સરહદ બહુ દુર જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 હે યરુશાલેમના લોકો, શહેરનો કોટ બાંધવાનો સમય આવી રહ્યો છે. તે સમયે તમારી સરહદ વિસ્તૃત કરાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જે દિવસે તારા કોટ બંધાશે, તે દિવસે તારી સરહદ બહુ દૂર જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જે દિવસે તારા કોટ બંધાશે, તે દિવસે તારી સરહદ બહુ દૂર થશે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 7:11
12 Iomraidhean Croise  

પછી મેં તેઓને કહ્યું, “આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો, યરુશાલેમ ઉજજડ પડેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો, આપણે યરુશાલેમનો કોટ બાંધીએ, જેથી આપણે નિંદાપાત્ર ન થઈએ.


વળી રાજાના વનરક્ષક આસાફ પર પણ એવો એક પત્ર [અપાવજો] કે ઘરના કિલ્લાના દરવાજાઓના મોભ બનાવવા માટે, નગરના કોટને માટે, તથા જે ઘરમાં હું રહું તેને માટે તે મને લાકડાં આપે.” મારા પર મારા ઈશ્વરની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી.


હવે ટોબિયા આમ્મોની તેની પડખે ઊભેલો હતો, તેણે કહ્યું, “તેઓ ભલે બાંધે. તેઓના પથ્થરના કોટ પર જો એક શિયાળવું ચઢે તોપણ તે તૂટી પડે!”


એ પ્રમાણે અમે તે કોટ બાંધ્યો; અને શહેરને ફરતો આખો કોટ તેની અડધી ઊંચાઇ સુધી સાંધી દીધો. કેમ કે લોકોને કામ કરવાનું મન હતું.


હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી, દિલાસા વગરની [નગરી] , જો, હું તારા પથ્થરો સુરમામાં બેસાડીશ, ને તારા પાયા નીલમના કરીશ.


તારા તંબુની જગા વિશાળ કર, અને તેઓ તારાં રહેઠાણોના પડદા પ્રસારે; રોક નહિ! તારાં દોરડાં લાંબાં કર, ને તારી મેખો મજબૂત કર.


જેઓ તારાથી ઉત્તન્ન થશે તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે. ઘણી પેઢીઓના પાયા [પર] તું ચણતર કરીશ; તું ફાટોને સમારનાર, ને ધોરી માર્ગોને મરામત કરનાર કહેવાઈશ.


તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે, પૂર્વકાળની પાયમાલ થયેલી [ઇમારતો] ને તેઓ ઊભી કરશે, ઘણી પેઢીઓથી ઉજ્જડ તથા નષ્ટ થયેલાં નગરોને તેઓ સમારશે.


એ માટે જાણ તથા સમજ કે, યરુશાલેમની મરામત કરવાનો તથા તેને [ફરી] બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયાં વીતશે. અને બાસઠ અઠવાડિયામાં, શેરીઓ તથા ખાઈસહિત, અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે.


Lean sinn:

Sanasan


Sanasan