Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 7:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મને અફસોસ છે! કેમ કે લોકોએ ઉનાળાનાં ફળ વીણી લીધા પછી કોઈ કોઈ દ્રાક્ષા રહી ગયેલી હોય, તેવી મારી સ્‍થિતિ છે. ખાવાને માટે લૂમ તો મળે જ નહિ. અને પહેલવહેલાં પાકેલાં અંજીર જેને માટે મારો જીવ તલપે છે તે પણ મળે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 મારી કેવી દુર્દશા થઈ છે! ઉનાળામાં ફળ ઉતારી લીધા પછી કોઈ ખાવા માટે બાકી રહી ગયેલાં ફળ શોધવા જાય અને કંઈ મળે નહિ એવા ભૂખ્યા માણસ જેવો હું છું; પણ મારે માટે તો દ્રાક્ષની એક લૂમ પણ રહી નથી અથવા મનપસંદ સ્વાદિષ્ટ અંજીર પણ નથી!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મને અફસોસ છે! કેમ કે ઉનાળાંનાં ફળ વીણી લીધા પછીની જેવી સ્થિતિ, એટલે દ્રાક્ષો વીણી લીધા પછી બચી ગયેલી દ્રાક્ષો જેવી મારી સ્થિતિ છે: ત્યાં ફળની ગુચ્છાઓ મળશે નહિ, પ્રથમ અંજીર જેને માટે હું તલસું છું તે પણ નહિ મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હું કેટલો ઉદાસ છું! કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 7:1
14 Iomraidhean Croise  

મને અફસોસ છે કે મેશેખનો હું પ્રવાસી છું, અને કેદારના ડેરાઓમાં વસું છું!


ઘણાખરા માણસો પોતપોતાનો કરેલો ઉપકાર કહી બતાવશે, પણ વિશ્વાસુ માણસ કોને મળી શકે?


પણ ઝુડાયેલા જૈતવૃક્ષ પ્રમાણે તેમાં કંઈ કંઈ વીણવાનું બાકી રહેશે; ટોચની ડાળીને છેડે બેત્રણ ફળ, ફળઝાડની ડાળીઓ પર ચારપાંચ ફળ [રહી જશે] ; ઇઝરાયલના ઈશ્વર યહોવાનું વચન એવું છે.


પૃથ્વીમાં લોકો ઝૂડાયેલા જૈતવૃક્ષ જેવા, દ્રાક્ષાની મોસમ થઈ રહ્યા પછી બાકી રહેલી દ્રાક્ષા જેવા થશે.


પૃથ્વીને છેડેથી આપણે, ‘ન્યાયીઓનો મહિમા [થાઓ] , ’ એવાં ગીત સાંભળ્યાં છે. પણ મેં કહ્યું, હું સુકાઈ જાઉં છું, હું સુકાઈ જાઉં છું, મને અફસોસ! ઠગનાર ઠગે છે; ઠગનાર ઠગાઈ કરીને ઠગે છે.


અને મોસમ આવ્યા પહેલાંના પાકેલા પ્રથમ અંજીરને જોનાર નુએ છે, ને હાથમાં આવતાં જ ગળી જાય છે, તેના જેવી ગતિ રસાળ ખીણને મથાળે આવેલા તેના મહાન શોભા આપનાર ચીમળાનાર ફૂલની થશે.


ત્યારે મેં કહ્યું, “અફસોસ છે મને! મારું આવી બન્યું છે; કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું; કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના ઈશ્વર યહોવાને જોયા છે.”


હે મારી મા, મને અફસોસ, કેમ કે તેં મને આખા જગતની સાથે ઝઘડો કરનાર તથા વિવાદ કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે! મેં વ્યાજે ધીર્યું નથી, ને તેઓએ મને વ્યાજે આપ્યું નથી. તોપણ તેઓ સર્વ મને શાપ દે છે.


એક ટોપલીમાં સહુથી પહેલાં પાકેલાં અંજીરના જેવાં બહુ સારાં અંજીર હતાં; અને બીજી ટોપલીમાં બહુ બગડી ગયેલાં અંજીર હતાં, તે ખવાય નહિ એટલે સુધી બગડી ગયેલાં હતાં.


સિયોનની પુત્રીનો સાદ મેં સાંભળ્યો છે, તે તો જન્મ આપનાર સ્ત્રીના જેવો, તથા તેના પહેલા બાળકને જન્મ આપતાં કષ્ટાતી સ્ત્રીના જેવો સાદ છે; તે હાંફે છે, પોતાના હાથ પ્રસારે છે, અને કહે છે, ‘મને હાય, હાય! કેમ કે ઘાતકીઓને લીધે મારો જીવ લાસ થઈ ગયો છે.’


તેં કહ્યું કે, ‘મને હાય હાય! યહોવાએ મારા દુ:ખમાં દુ:ખ ઉમેર્યું છે; હું નિસાસા નાખીને થાકી ગયો છું, ને મને કંઈ ચેન પડતું નથી.’


યરુશાલેમના મહોલ્લાઓમાં આમતેમ ફરો, અને જુઓ ને જાણો, ને તેના ચોકોમાં શોધો, ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય, તો હું તેને ક્ષમા કરીશ.


અરણ્યમાં દ્રાક્ષા [મળે] તેમ ઇઝરાયલ મને મળ્યા. અંજીરીની પહેલી મોસમમાં તેનું પ્રથમફળ [જોવામાં આવે] તેમ મેં તમારા પૂર્વજોને જોયા, પણ તેઓ બાલ-પેઓર પાસે જઈને તે લજ્જાકારક વસ્તુને સમર્પિત થયા, ને તેઓ પોતાની પ્રિય વસ્તુના જેવા ધિક્કારપાત્ર થયા.


અને તેમની જમીનની સર્વ પેદાશમાં પ્રથમ પાકેલું ફળ કે જે તેઓ યહોવાની પાસે લાવે છે, તે તારું થશે. તારા ઘરમાં જે સર્વ શુદ્ધ હોય તે તેમાંનું ખાય.


Lean sinn:

Sanasan


Sanasan