અને તમારા લોક જેવી એટલે ઇઝરાયલ જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે, જેને પોતાના લોકો થવા માટે છોડાવવા, પોતાનું નામ [અમર] કરવા, અને જે પોતાના લોકને તમે પોતાને માટે મિસરમાંથી, દેશજાતિઓ તથા તેઓનાં દેવદેવીઓ પાસેથી છોડાવ્યા છે તેઓના જોતાં તમારે માટે મહાન કૃત્યો તથા તમારા દેશને માટે ભયંકર કૃત્યો કરવા તમે જે ઈશ્વર તે સિધાવ્યા હોય?
અને મૂસાએ યહોવાને કહ્યું, “હે પ્રભુ, અત્યાર સુધી, વળી તમે તમારા દાસ સાથે વાત કરી ત્યાર પછી પણ, હુમ તો વક્તા નથી; કેમ કે હું બોલવામાં ધીમો છું, ને મારી જીભ મંદ છે”
અથવા જે બધું યહોવા તમારા ઈશ્વરે મિસરમાં તમારે માટે તમારી નજર આગળ કર્યું, તેમ કરીને એટલે પરીક્ષણો, ચિહ્નો તથા ચમત્કારો તથા યુદ્ધ તથા પરાક્રમી હાથ તથા લંબાવેલા બાહુ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે [બીજી] દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?
પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે, ને જે પ્રતિજ્ઞા તેમણે તમારા પિતૃઓની આગળ લીધી તે પાળવા તે ઇચ્છે છે, ને તેથી જ યહોવ સમર્થ હાથવડે તમને કાઢી લાવ્યા છે, તમને બંદીખાનામાંથી એટલે મિસરના રાજા ફારુનના હાથમાંથી છોડાવ્યા છે.
તે માટે મેં યહોવાની પ્રાર્થના કરતાં કહ્યું કે, હે યહોવા ઈશ્વર, તમારા લોક તથા તમારો વારસો જેઓને તમે તમારા મહત્વ વડે છોડાવ્યા છે, જેઓને તમે પરાક્રમી હાથ વડે મિસરમાંથી કાઢી લાવ્યા છો, તેઓનો નાશ ન કરો.