Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 6:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તું ખાશે, પણ તૃપ્ત થશે નહિ; અને તારામાં કંગાલિયત રહેશે. તું ઉઠાવી લેશે, પણ તે તારાથી સહીસલામત લઈ જવાશે નહિ. જે તું લઈ જશે તે હું તરવારને સ્વાધીન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તમે ખાશો પણ તૃપ્ત થશો નહિ; બલ્કે ભૂખ્યા જ રહેશો. તમે સંગ્રહ તો કરો છો પણ કંઈ બચશે નહિ; કારણ, તમે જે કંઈ બચત કરશો તેનો હું લડાઈમાં નાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તું ખાશે પણ તૃપ્ત થશે નહિ; તારામાં કંગાલિયત રહેશે. તું સામાનનો સંગ્રહ કરશે પણ કંઈ બચાવી શકશે નહિ, તું જે કંઈ બચાવશે તે હું તલવારને સ્વાધીન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તમે ખાશો પણ સંતોષ નહિ પામો; ભૂખ્યા જ રહેશો, તમે બચવાના ઘણા પ્રયત્નો કરશો, પણ સફળ નહિ થાઓ. તમે જે કંઇ બચાવશો તે હું, જેઓએ તમને હરાવ્યા છે તેમને સોંપી દઇશ.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 6:14
15 Iomraidhean Croise  

દક્ષિણનાં પશુઓ વિષે ઈશ્વરવાણી:દુ:ખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, નાગ તથા ઊડતા સર્પ આવે છે, તેમાં થઈને તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે ગધેડાંની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની ખૂંધ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.


તે માટે પ્રભુ યહોવા કહે છે, “જુઓ મારા સેવકો ખાશે, પણ તમે તો ભૂખ્યા રહેશો; જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તો તરસ્યા રહેશો; જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે તો લજ્જિત થશો;


કોઈક જમણે હાથે ખૂંચવી લેશે, તોપણ ભૂખ્યો રહેશે; અને ડાબે હાથે ખાઈ જશે, તોપણ તેઓ ધરાશે નહિ! તેઓમાંનો દરેક પોતાના ભુજનું માંસ ખાઈ જશે;


જે કોઈ ભયથી નાસી જશે તે ખાડામાં પડશે; અને જે કોઈ ખાડામાંથી બહાર નીકળશે તે છટકામાં સપડાશે; કેમ કે હું તેના પર, એટલે મોઆબ પર, તેના શાસનનું વર્ષ લાવીશ, એવું યહોવા કહે છે.


તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે, ને તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે; અને ત્રીજો ભાગ તારી આસપાસ તરવારથી પડશે; અને ત્રીજા ભાગને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, ને તેમની પાછળ તરવાર ખેંચીશ.


તેઓ ખાશે, પણ ધરાશે નહિ; તેઓ વ્યભિચાર કરશે, પણ તેમનો વિસ્તાર વધશે નહિ; કેમ કે તેઓએ યહોવાની દરકાર કરવાનું મૂકી દીધું છે.


જ્યારે હું તમારી ઉપજીવિકાનું ખંડન કરીશ ત્યારે દશ સ્‍ત્રીઓ એક કલેડામાં તમારી રોટલી શેકશે, ને તેઓ તમારી રોટલી તોળીને તમને પાછી આપશે; અને તમે ખાશો પણ ધરાશો નહિ.


તમે વાવ્યું છે તો બહુ, પણ ઘેર થોડું જ લાવ્યા છો. તમે ખાઓ છો, પણ ધરાઈને નહિ. તમે પીઓ છો પણ પીવાથી તૃપ્ત થતા નથી. તમે વસ્ત્ર પહેરો છો, પણ કોઈમાં ગરમી આવતી નથી; અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે.”


એ સર્વ વખતમાં જ્યારે કોઈ વીસ [માપ] ના ઢગલા પાસે આવતો ત્યારે તેને ત્યાં ફકત દશ જ [માપ મળતાં] હતાં. જ્યારે કોઈ માણસ દ્રાક્ષાકુંડ પાસે પચાસ માપ કાઢવાને આવતો, ત્યારે તેને તેમાં ફકત વીસ જ [માપ મળતાં] હતાં.


Lean sinn:

Sanasan


Sanasan