Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 6:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તે માટે મેં પણ તને ભારે ઘા માર્યા છે. તારાં પાપને લીધે મેં તને ખેદાનમેદાન કરી નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી મેં તમને તમારા પાપને લીધે ઘાયલ કર્યા છે અને તમારી તારાજી આરંભી દીધી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે માટે મેં તને ભારે ઘા માર્યા છે અને તારાં અપરાધોને લીધે મેં તારો વિનાશ કરી નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 આથી મેં તમને સજા કરવાનું શરું કર્યુ છે અને હું તમને તમારા પાપોને લીધે ગમગીન બનાવી દઇશ.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 6:13
16 Iomraidhean Croise  

ત્યારે મેં પૂછયું “હે પ્રભુ, તે ક્યાં સુધી?” તેમણે કહ્યું, “નગરો વસતિ વિનાનાં, અને ઘરો માણસ વિનાનાં ઉજજડ થાય, અને જમીન છેક વેરાન થઈ જાય,


જો હું ખેતરમાં બહાર જાઉં, તો ત્યાં તરવારથી માર્યા ગયેલા! અને જો હું નગરમાં પેસું તો ત્યાં દુકાળથી પીડાતા! પ્રબોધક તથા યાજક બન્ને અજાણ્યા દેશમાં ભટકે છે, અને શું કરવું તે તેમને સૂઝતું નથી.”


ઉપરથી યહોવાએ મારાં હાડકાંમાં અગ્નિ મોકલ્યો છે, ને તે તેઓને નિર્ગત કરે છે. યહોવાએ મારા પગને ફસાવવા માટે જાળ પાથરી છે, તેમણે મને પાછી ફેરવી છે. તેમણે મને એકલવાયી તથા આખો દિવસ નિર્બળ કરી છે.


તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે, ને મને ફાડી નાખ્યો છે. તેમણે મને નિરાધાર કર્યો છે.


અમારા માથા પરથી મુગટ પડી ગયો છે. અમને હાય હાય! કેમ કે અમે પાપ કર્યું છે.


સમરુનને પોતાના દોષનું ફળ વેઠવું પડશે; કેમ કે તેણે પોતાના ઈશ્વરની વિરુદ્ધ બંડ કર્યું છે; તેઓ તરવારથી માર્યા જશે; તેઓનાં બાળકોને પછાડીને ટુકડેટુકડા કરવામાં આવશે, ને તેમની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખવામાં આવશે.”


શિક્ષાને દિવસે એફ્રાઈમ વેરાન થઈ જશે. જે નિશ્ચે થવાનું જ છે તે મેં ઇઝરાયલનાં કુળોને જાહેર કર્યું છે.


તો હું પણ તમને આ પ્રમાણે કરીશ; હું તમારે માટે ભયજનક ઠરાવ કરીશ, એટલે ક્ષય તથા તવ કે જેથી તમારી આંખો ક્ષીણ થશે, ને તમારાં હ્રદય ઝૂર્યાં કરશે, અને તમે તમારાં બી વૃથા વાવશો, કેમ કે તમારા શત્રુઓ તે [ની ઊપજ] ખાઈ જશે.


કેમ કે તેના ઘા અસાધ્ય છે. કેમ કે [ન્યાયચુકાદો] યહૂદિયામાં પણ આવી પહોંચ્યો છે. તે મારા લોકના દરવાજા સુધી છેક યરુશાલેમ સુધી, પહોંચ્યો છે.”


કેમ કે ઓમ્રીના વિધિઓનું તથા આહાબના કુટુંબના સર્વ રીતરીવાજોનું પાલન કરવામાં આવ્યું છે, અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો; એથી હું તમને વેરાન કરીશ, ને તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, અને તમારે મારા લોકો [હોવાનું] મહેણું સાંભળવું પડશે.”


તોપણ દેશ પોતાના રહેવાસીઓને લીધે એટલે તેઓનાં કર્મોના ફળને લીધે ઉજ્‍જડ થશે.


તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો. અને કીડાથી ખવાઈ જઈને તેણે પ્રાણ છોડયો.


Lean sinn:

Sanasan


Sanasan