Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 5:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે પલટણોની પુત્રી, હવે તું તારી પલટણોસહિત એક્ત્ર થશે. તેણે આપણને ઘેરો નાખ્યો છે. તેઓ ઇઝરાયલના ન્યાયાધીશને ગાલ પર સોટી મારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે યરુશાલેમના લોકો, તમારાં લશ્કરીદળો એકત્ર કરો. શત્રુઓએ આપણને ઘેરી લીધા છે. તેઓ ઇઝરાયલના રાજ્યર્ક્તાના મોં પર સોટી મારશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યરુશાલેમ, હવે તું તારા સૈન્ય સહિત એકત્ર થશે. તેણે નગરની આસપાસ ઘેરો ઘાલ્યો છે; તેઓ ઇઝરાયલના ન્યાયાધીશ પર પ્રહાર કરશે, ગાલ પર સોટી વડે મારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યરૂશાલેમ, તારી સૈના ભેગી કર, દુશ્મનોએ આપણને ઘેરો ઘાલ્યો છે; તેઓ ઇસ્રાએલના ન્યાયાધીશને ગાલ પર સોટી વડે મારશે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 5:1
35 Iomraidhean Croise  

અને રાહેલ મરી ગઈ, ને એફ્રાથ (જે બેથલેહેમ છે), તેને રસ્તે તેને દાટવામાં આવી.


શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


ત્યારે કનાનાના દીકરા સિદકિયાએ પાસે આવીને મિખાયાને ગાલ પર [તમાચો] મારીને કહ્યું, “યહોવાનો આત્મા તારી સાથે બોલવા માટે મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો?”


યહોવા પોતાના સેવક પ્રબોધક હસ્તક પોતાનું જે વચન બોલ્યા હતા, તે પ્રમાણે યહોવાએ તેની વિરુદ્ધ કારદીઓની ટોળીઓ, અરામીઓની ટોળીઓ, મોઆબીઓની ટોળીઓ તથા આમોનપુત્રોની ટોળીઓ મોકલી. તેમણે તે યુહૂદિયાની વિરુદ્ધ તેનો નાશ કરવા માટે મોકલી.


તેઓએ મારી વિરુદ્ધ પોતાનું મોં પહોળું કર્યું છે; મહેણાં મારીને તેઓએ મારા ગાલ પર તમાચા માર્યા છે; તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે.


સદાકાળથી, આરંભથી, પૃથ્વી થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું.


અધર્મી પ્રજાની સામે હું તેને મોકલીશ, ને મારા કોપને પાત્ર થએલા લોકોની વિરુદ્ધ તેને આજ્ઞા આપીશ કે, તે લૂંટ કરે, ને શિકાર પકડે, ને તેઓને ગલીઓના કાદવની જેમ ખૂંદી નાખે.


કેમ કે યહોવા આપણા ન્યાયાધીશ, યહોવા આપણા નિયંતા, યહોવા આપણા રાજા છે; તે આપણને તારશે.


હે વિદેશીઓ, થાય તે કરો, ને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે! હે દૂર દેશના સર્વ લોકો, કાન દો, સજ્જ થાઓ, ને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે.


સૈનિકોના ધબકારા કરતા જોડા, ને રક્તમાં બોળેલાં વસ્ત્ર, તે સર્વ બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે.


તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.


સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે, તે તો પ્રજાઓનો વિનાશક છે; તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે; તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.


જે તેને મારે છે તેની તરફ તે પોતાનો ગાલ ધરે; તે અપમાનથી ભરપૂર થાય.


તું અગ્નિમાં બાળવાનું બળતણ થશે. તારું રક્ત દેશમાં પડશે. કદી પણ તારું સ્મરણ કરવામાં આવશે નહિ. કેમ કે હું યહોવા એ બોલ્યો છું.”


“હે મનુષ્યપુત્ર, તું દિવસનું એટલે આજના દિવસનું નામ લખ; બાબિલનો રાજા આજે યરુશાલેમની નજદીક આવી પહોંચ્યો છે.


એ માટે જાણ તથા સમજ કે, યરુશાલેમની મરામત કરવાનો તથા તેને [ફરી] બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયાં વીતશે. અને બાસઠ અઠવાડિયામાં, શેરીઓ તથા ખાઈસહિત, અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે.


તમે વિદેશીઓમાં આ જહેર કરો: “યુદ્ધની તૈયારી કરો! યોદ્ધાઓને ઉશ્કેરો. સર્વ લડવૈયાઓ પાસે આવીને કૂચ કરે.


હું તેના ન્યાયાધીશને નષ્ટ કરીશ. મે તેની સાથે તેના બધા અમલદારોનો સંહાર કરીશ, ” એમ યહોવા કહે છે.


કેમ કે, જુઓ, ખલદીઓ જે કરડી તથા ઉતાવળી પ્રજા છે, તેમને હુમ ઊભા કરું છું. તેઓ બીજાઓનાં રહેઠાણોના માલિક થવા માટે પૃથ્વીના એક છેડાથી તે બીજા છેડા સુધી સવારી કરે છે.


એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડયો, એ અવાજથી મારા હોઠ થથર્યા. મારાં હાડકાંમાં સડો લાગ્યો, ને મારી જગાએ હું કાંપ્યો. જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ જથાબંધ આવી પડે, ત્યારે હું એ સંકટસમયે પણ ધીરજ રાખું.


ત્યારે તેઓએ તેમના મોં પર થૂંકીને તેમને મુક્કીઓ મારી; અને બીજાઓએ તેમને થબડાકો મારીને


પછી તેઓ તેમના પર થૂંક્યા, ને સોટી લઈને તેમના માથામાં મારી,


પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામા ન થાઓ:પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.


જ્યારે તેમણે એમ કહ્યું ત્યારે સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું, “શું તું પ્રમુખ યાજકને એવી રીતે ઉત્તર આપે છે?”


તેઓએ તેમની પાસે આવીને કહ્યું, “હે યહૂદીઓના રાજા, સલામ!” અને તેઓએ તેમને મુક્કીઓ મારી.


ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઊભા રહેનારાઓને તેના મોં ઉપર તમાચો મારવાની આજ્ઞા કરી.


કેમ કે જો કોઈ તમને ગુલામ બનાવે, જો કોઈ તમારું [સર્વસ્વ] ખાઈ જાય, જો કોઈ તમને સપડાવે, જો કોઈ પોતાને મોટો મનાવે, જો કોઈ તમને મોં પર મારે, તો તમે તેનું સહન કરો છો.


દૂરથી એટલે પૃથ્વીને છેડેથી, એક દેશજાતિ કે જેની ભાષા તું સમજશે નહિ તેને ઊડતા ગરુડની જેમ યહોવા તારી વિરુદ્ધ લાવશે.


સનાતન ઈશ્વર તે તારું રહેઠાણ છે, અને તારી નીચે અનંત બાહુઓ છે; અને તેમણે તારી આગળથી શત્રુને હાંકી કાઢ્યા, અને કહ્યું, કે નાશ કર.


યહૂદિયાના બેથલેહેમનો યહૂદાના કુટુંબનો એક જુવાન પુરુષ હતો, તે લેવી, હતો, તે ત્યાં આવી વસેલો હતો.


Lean sinn:

Sanasan


Sanasan