Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 4:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હે ટોળાના બુરજ, સિયોનની પુત્રીના ડુંગર, તે તારે ત્યાં આવશે; હા, અગાઉનું રાજ્ય, યરુશાલેમની પુત્રીનું રાજ્ય [તારે ત્યાં] આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 હે યરુશાલેમ, તું તો ઘેટાંપાળકના બુરજ જેવું છે, અને તારામાં રહીને ઈશ્વર પોતાના લોકની સંભાળ રાખે છે. તું ફરી એકવાર અગાઉની જેમ તમારા રાજ્યની રાજધાની બની રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હે, ટોળાંના બુરજ, સિયોનની દીકરીના શિખર, તે તારે ત્યાં આવશે, એટલે અગાઉનું રાજ્ય, યરુશાલેમની દીકરીનું રાજ્ય આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અને તમે, ટોળાંના બૂરજો, સિયોનની પુત્રીના શિખર, તમે તમારી શકિત પાછી મેળવશો અને અગાઉનું રાજ્ય યરૂશાલેમની પુત્રી પાસે પાછું ફરશે.”

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 4:8
23 Iomraidhean Croise  

અને ઇઝરાયલ આગળ ચાલ્યો, ને ટોળાના બુરજની પેલી બાજુ તેણે તેનો તંબુ માર્યો.


તોપણ દાઉદે સિયોનનો કિલ્‍લો કબજે કરી લીધો. તે જ દાઉદનું નગર છે.


ઉઝાયનો પુત્ર પાલાલ [કોટના] ખાંચા સામે, તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ આગળ ચોકીદારોના આંગણા આગળ હતો, તેની સામે મરામત કરતો હતો.તેના પછી પારોશનો પુત્ર પદાયા [મરામત કરતો હતો].


હે ભાગળો, તમારાં માથાં ઊંચાં કરો; હે પુરાતન દ્વારો, તમે ઊંચાં થાઓ; એટલે ગૌરવવાન રાજા અંદર આવશે.


તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.


કેમ કે તમે મારા આશ્રય છો, મારા વૈરી સામે મારો મજબૂત બુરજ છો.


શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બૂરજ, જેમાં હજારો ઢાલો એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો, લટકાવેલી છે, તેના જેવી ઘાટીલી તારી ગરદન છે.


આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ; ત્યાર પછી તારું નામ ન્યાયનગર, ધર્મપુરી કહેવાશે.


આજે જ તે નોબમાં મુકામ કરશે, અને સિયોનની દીકરીના પર્વત [ની સામે] , યરુશાલેમના ડુંગરની સામે તે પોતાની મુક્કી ઉગામશે.


તેણે તે ખોદી, તેમાંથી પથ્થર વીણી કાઢયા, તેમાં ઉત્તમ દ્રાક્ષાવેલો રોપ્યો, ને તેમાં બુરજ બાંધ્યો, અને વળી તેમાં દ્રાક્ષાકુંડ ખોદી કાઢયો. તેમાં દ્રાક્ષાની ઊપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષાની ઊપજ થઈ.”


તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત તે આ સર્વ રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, ને તે સર્વકાળ ટકશે.


પણ પરાત્પર પવિત્રો રાજ્ય સંપાદન કરશે, ને તે રાજ્ય સદા, હા, સદાસર્વકાળ ભોગવશે.


એસાવના પર્વતનો ન્યાય કરવાને ઉદ્ધારકો સિયોન પર્વત પર ચઢી આવશે. અને રાજ્ય યહોવાનું થશે.”


હે યાકૂબ, હું તારા સર્વ લોકને નક્કી ભેગા કરીશ. હું ઇઝરાયલના બચેલાઓને નક્‍કી એક્ત્ર કરીશ. બીડમાં ચરતાં ઘેટાંબકરાંના ટોળાની જેમ તેઓ માણસોના [જથાને લીધે] મોટો ઘોંઘાટ કરશે.


હું એફ્રાઈમમાંથી રથને, તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, ને યુદ્ધધનુષ્યને કાપી નાખવામાં આવશે; અને તે [સર્વ] પ્રજાઓને શાંતિનો બોધ કરશે; અને તેનું રાજ્ય સમુદ્રથી સમુદ્ર સુધી તથા નદીથી પૃથ્વીના‌ છેડા સુધી થશે.”


હે આશા [રાખી રહેલા] બંદીવાનો, કિલ્લામાં પાછા આવો; આજે જ હું જાહેર કરું છું કે, હું તમને બમણો બદલો વાળી આપીશ.


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


યાકૂબમાંથી એક પુરુષ અધિકાર ધારણ કરશે, અને નગરમાંથી બાકીનાનો નાશ કરશે.”


“એક બીજું દ્દષ્ટાંત સાંભળો. એક ઘરધણી હતો, જેણે દ્રાક્ષાવાડી રોપી, ને તેની આસપાસ વાડ કરી, ને તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો, ને બુરજ બનાવ્યો, ને ખેડૂતોને તે ઇજારે આપી, ને પરદેશ ગયો.


અને તે તેઓને દ્દષ્ટાંતોમાં કહેવા લાગ્યા : “એક માણસે દ્રાક્ષાવાડી રોપી, ને તેની આસપાસ વાડ કરી, ને દ્રાક્ષાકુંડ ખોદ્યો, ને બુરજ બાંધ્યો, ને ખેડૂતોને તે ઈજારે આપીને પરદેશ ગયો,


અને સર્વ રાજયસત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને માત્ર આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા.


ફરીથી રાત પડશે નહિ! તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે! અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan