Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 3:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હે યાકૂબના વંશના નેતાઓ, ને ઇઝરાયલના વંશના અધિકારીઓ, ન્યાયને ધિક્કારનારા તથા ઇનસાફને ઊંધો વાળનારા, કૃપા કરીને આ સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 હે ઇઝરાયલના શાસકો અને તેમના આગેવાનો, મારું સાંભળો. તમે ન્યાયનો તિરસ્કાર કરો છો અને સત્યને જૂઠમાં ફેરવી નાખો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હે યાકૂબના વંશના આગેવાનો, અને ઇઝરાયલ કુળના શાસકો, ઓ ન્યાયને ધિક્કારનારાઓ, અને જે સર્વ નીતિમત્તાને ઉલટાવો છો, તમે આ સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હે યાકૂબના વંશના નેતાઓ અને ઇસ્રાએલના કૂળના શાસકો, જેઓ ન્યાયને ધિક્કારો છો, અને સર્વ નીતિમત્તાને ઉલટાવો છો, હવે ધ્યાનથી સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 3:9
16 Iomraidhean Croise  

ત્યારે મેં યહૂદિયાના અમીરો સાથે તકરાર લઈને તેઓને કહ્યું, “તેમ આ કેવું દુષ્ટ કામ કરો છો, ને સાબ્બાથ દિવસને ભ્રષ્ટ કરો છો?


તું જઈને ઇઝરાયલના વડીલોએ ભેગા કરીને તેઓને કહે, યહોવા તમારા પિતૃઓના ઈશ્વર, ઇબ્રાહિમના તથા ઇસહાકના તથા યાકૂબના ઈશ્વર, તેમણે મને દર્શન દઈને કહ્યું કે, મેં નિશ્ચે તમારી ખબર લીધી છે, ને મિસરમાં તમારા ઉપર જે વીતે છે તે [મેં જોયું છે].


જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે, ને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે, તેઓ બંનેથી સરખી રીતે યહોવા કંટાળે છે.


દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને ઇનસાફના માર્ગ ઊંઘા વાળે છે.


દુષ્ટની શેહશરમ રાખવી, તથા ઇનસાફમાં નેક માણસને છેહ દેવો એ યોગ્ય નથી.


દુષ્ટોનો બલાત્કાર તેઓને પોતાને જ ઘસડી નાખશે; કેમ કે તેઓ ન્યાય કરવાની ના પાડે છે.


તારા સરદારો બળવાખોરો છે, અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંનો દરેક લાંચનો લાલચુ છે, ને નજરાણાં માટે વલખાં મારે છે; તેઓ અનાથને ઇનસાફ આપતા નથી, અને વિધવાની દાદ તેઓ સાંભળતા નથી.


તેઓ પુષ્ટ તથા તેજસ્વી થયા છે. વળી તેઓ દુષ્ટ કર્મો કરતાં હદબહાર જાય છે. તેઓ દાદ, અનાથોની દાદ, સાંભળતા નથી, છતાં તેઓ આબાદ થાય છે. અને દરિદ્રીઓનો હક તેઓ ધ્યાનમાં લેતા નથી.


તેઓ મારા લોકોને પવિત્ર તથા સાધારણ એમની વચ્ચેનો ભેદ શીખવે, ને શુદ્ધ તથા અશુદ્ધ વચ્ચેનો ભેદ સમજાવે.


હે યાજકો, તમે આ સાંભળો, ને હે ઇઝરાયલ લોકો, તમે લક્ષ આપો, ને હે રાજકુટુંબ, તું સાંભળ, કેમ કે તમારી વિરુદ્ધ દંડાજ્ઞા છે; કેમ કે તમે મિસ્પામાં ફાંદારૂપ, તથા તાબોર પર નાખેલી જાળરૂપ થયા છો.


અને જો તમે મારા વિધિઓને તુચ્છ કરો, ને જો તમારા જીવ મારાં ન્યાયકૃત્યોથી કંટાળી જાય, કે જેથી કરીને મારી સર્વ આજ્ઞાઓને નહિ પાળતાં તમે મારો કરાર તોડો;


હે ઇનસાફને કડવાશરૂપ કરી નાખનારા, ને નેકીને પગ નીચે છૂંદનારાઓ,


યહૂદિયાના રાજાઓ યોથમ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં યહોવાનું વચન મીખાહ મોરેશેથની પાસે આવ્યું, [અને] જે તેને સમરુન તથા યરુશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે.


મેં કહ્યું, “હે યાકૂબના નેતાઓ, અને ઇઝરાયલ લોકોના અધિકારીઓ, તમે કૃપા કરીને સાંભળો:અદલ ઇનસાફ કરવો એ શું તમારી ફરજ નથી?


‘જે પરદેશીનો, કે અનાથનો કે વિધવાનો અન્યાય કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’


Lean sinn:

Sanasan


Sanasan