મીખાહ 2:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 એ માટે યહોવા કહે છે, “જુઓ, આ પ્રજા ઉપર હું એવી આપત્તિ લાવવાની યોજના કરું છું કે જેમાંથી તમે તમારી ગરદનો કાઢી શકશો નહિ, ને તમે મગરૂરીથી ચાલી શકશો નહિ, કેમ કે તે સમય માઠો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તે માટે પ્રભુ કહે છે, “હું તમારી પાયમાલી કરી દેવાની યોજના કરી રહ્યો છું અને તમે તેની ભીંસમાંથી છટકી શકશો નહિ; કારણ, તમે સંકટના સમયમાં સપડાયા હશો. પછી તમે આમ મગરૂરીથી ફરશો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જુઓ, હું આ કુળ ઉપર આફત લાવવાનો છું, એમાંથી તમે તમારી જાતને બચાવી શકો નહિ, અને તમે હવે હોશિયારીથી ચાલી શકશો નહિ, કેમ કે તે ભયાનક સમય હશે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તેથી યહોવા કહે છે કે, “જુઓ, હું આ કુળ ઉપર આફત નાખવાનો વિચાર કરું છું, એમાંથી તમે તમારી જાતને નહિ બચાવી શકો, ને તમે હવે હોશીયારીથી ચાલી શકશો નહિ, કારણકે તે ભયાનક સમય હશે. Faic an caibideil |