Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 1:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 [મીખાહ કહે છે] , “એને લીધે હું વિલાપ કરીને પોક મૂકીશ, હું ઉઘાડે પગે તથા વસ્‍ત્રરહિત ફરતો ફરીશ. હું શિયાળવાંની જેમ ભૂંકીશ, ને શાહમૃગની જેમ કળકળીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પછી મિખાએ કહ્યું, “એને લીધે હું પોક મૂકીને રડીશ. મારો શોક પ્રગટ કરવા હું ઉઘાડે પગે અને નિર્વસ્ત્ર ફરતો ફરીશ. હું શિયાળની જેમ રુદન કરીશ અને શાહમૃગની જેમ કકળીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ; અને ઉઘાડા પગે નિર્વસ્ત્ર થઈને ફરીશ; હું શિયાળવાંની જેમ રડીશ, અને ઘુવડની જેમ કળકળીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 એટલે મીખાહ બોલ્યો, એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ. ઉઘાડા પગે નિર્વસ્ર થઇને ફરીશ, શિયાળવાની જેમ રડીશ, અને શાહમૃગની જેમ કળ કળીશ.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 1:8
19 Iomraidhean Croise  

હવે હિઝકિયા રાજાની કારકીર્દીના ચૌદમાં વર્ષે આશૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાના સર્વ કોટવાળા નગર પર સવારી કરીને તે સર કર્યા.


જે બધું કરવામાં આવ્યું, તે મોર્દખાયે જાણ્યું, ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડીને ટાટ પહેર્યું, અને રાખ ચોળીને નગરમાં તે નીકળી પડ્યો, અને મોટે ઘાંટે દુ:ખથી પોક મૂકીને રડ્યો.


હું શિયાળનો ભાઈ, અને શાહમૃગોનો સાથી થયો છું.


હું રાનના બગલા જેવો છું, અરણ્યના ઘુવડ જેવો હું થઈ ગયો છું.


પણ ત્યાં જંગલી જનાવર બેસશે. તેઓનાં ઘર ઘુવડોથી ભરપૂર થશે. ત્યાં શાહમૃગ રહેશે, ત્યાં રાની બકરાં કૂદશે.


વરુઓ તેઓની હવેલીઓમાં, અને શિયાળો તેઓના સુખદાયક મહેલોમાં ભૂંકશે; તનો વખત પાસે આવે છે, ને હવે તે ઘણા દિવસ ટકશે નહિ.


તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માના દ્રાક્ષાવેલાને માટે રડીશ; હે હેશ્બોન તથા એલાલે, હું તને મારાં આંસુઓથી સિંચીશ; કેમ કે તારાં ઉનાળાનાં ફળ પર તથા તારી ફસલ પર રણનાદ થયો છે.


તેથી મારી કમર દુ:ખથી ભરપૂર છે. પ્રસૂતાની વેદના જેવી વેદના મારા પર આવી પડી છે; હું એવો વળી ગયો છું કે મારાથી સંભળાતું નથી; અને એવો ભયભીત થયો છું કે મારાથી જોવાતું નથી.


તેથી હું કહું છું કે, મારી તરફથી દષ્ટિ ફેરવો, હું ચોધાર આંસુએ રડીશ; મારા લોકની કન્યાના વિનાશને લીધે મને દિલાસો આપવા માટે શ્રમ કરશો નહિ.


સુખવાસી સ્ત્રીઓ, કાંપો; બેદરકાર રહેનારીઓ, ધ્રૂજો; વસ્ત્રો કાઢીને નગ્ન થાઓ, ને કમર પર [ટાટ] બાંધો.


અરે મારી આંતરડી, મારી આંતરડી! મારા હ્રદયમાં જ દુ:ખ થાય છે; મારામાં, મારા હ્રદયમાં ખળભળાટ છે; હું શાંત રહી શકતો નથી; કેમ કે હે મારા જીવ, તેં રણશિંગડાનો અવાજ, રણનાદ સાંભળ્યો છે.


મારા લોકોની દીકરીના કતલ થયેલાઓને માટે રાતદહાડો રુદન કરવા માટે મારું માથું પાણી હોત, ને મારી આંખો આંસુનો ઝરો હોત, તો કેવું સારું!


[મેં કહ્યું,] “હું પર્વતોને માટે રુદન તથા શોક કરીશ, ને રાનમાંના બીડોને માટે વિલાપ કરીશ, કેમ કે તેઓ એટલાં બધાં બળી ગયાં છે કે, કોઈ તેમાં થઈને જતું નથી. અને ઢોરનો અવાજ સાંભળવામાં આવતો નથી; આકાશનાં પક્ષીઓ તેમ જ પશુઓ પણ નાઠાં છે, તેઓ જતાં રહ્યાં છે.”


કેમ કે સિયોનમાંથી વિલાપનો અવાજ સંભળાયો છે, ‘અમે કેવા લૂંટાયા છીએ! અમે અત્યંત વ્યાકુળ થયા છીએ, કારણ કે, અમે દેશ છોડી દીધો છે, કારણ કે તેઓએ અમારાં રહેઠાણોને પાડી નાખ્યાં છે!’”


“હે મનુષ્યપુત્ર, મિસરના જનસમૂહને માટે પોક મૂક, ને તેમને, એટલે તેને તથા પ્રખ્યાત પ્રજાઓની પુત્રીઓને, કબરમાં ઊતરનારાઓની સાથે અધોલોકમાં નાખ.


તે દિવસે તેઓ તમને મહેણાં મારશે, ને શોકથી વિલાપ કરશે, ને રુદન કરીને કહેશે, અમે છેક પાયમાલ થયા છીએ. તે મારા લોકનો વારસો બદલી નાખે છે. તેમણે તેને મારી પાસેથી કેવી રીતે લઈ લીધો છે! તે દંગાખોરોને અમારાં ખેતરો વહેંચી આપે છે.


અને તેણે પણ પોતાનાં વસ્‍ત્ર ઉતારી નાખ્યાં, ને તે પણ શમુએલની આગળ પ્રબોધ કરવા લાગ્યો, ને એ આખો દિવસ તથા આખી રાત નગ્નાવસ્થામાં પડી રહ્યો. એ પરથી લોકોમાં કહેવત ચાલે છે, “શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?”


Lean sinn:

Sanasan


Sanasan