7 તેની સર્વ ઘડેલી મૂર્તિઓના ખંડાઈને ચૂરેચૂરા થશે, ને તેનાં સર્વ વેતન અગ્નિથી બાળી નાખવામાં આવશે, ને તેની સર્વ મૂર્તિઓને હું નષ્ટ કરી નાખીશ; કેમ કે વેશ્યાના વેતન વડે તેણે તેમનો સંગ્રહ કર્યો છે, ને તેઓ પાછાં વેશ્યાનું વેતન થઈ જશે.
7 તેની સર્વ મૂર્તિઓનો ભાંગીને ભૂક્કો કરી દેવાશે અને તેના મંદિરમાં આવેલી બધી ભેટો આગમાં બાળી નંખાશે. હું તેની બધી મૂર્તિઓનો વિનાશ કરીશ. એ બધી વેશ્યાના વેતનથી મેળવવામાં આવી હતી અને વેશ્યાના વેતન તરીકે જ તે ખતમ થશે.
7 તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઈ જશે, તેની બધી કમાણી આગમાં ભસ્મ થઈ જશે. અને તેના બધા જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ. કેમ કે તેણે એ બધું ગણિકાની કમાણી રૂપે મેળવ્યું છે, અને તે ગણિકાની કમાણી તરીકે જ પાછું જશે.”
7 તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઇ જશે, મૂર્તિપૂજા દ્વારા મેળવેલી તેની બધી કમાણી આગમાં ભસ્મ થઇ જશે. અને તેના બધાં જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ; કારણ તેણીએ એ બધું મારા પ્રત્યેની અવિશ્વાસની કમાણી રૂપે મેળવ્યું છે અને તે અવિશ્વાસુપણાની કમાણી તરીકે જ પાછું જશે.
એ સર્વ સમાપ્ત થયું ત્યાર પછી જે ઇઝરાયલીઓ ત્યાં હાજર થયા હતા તે સર્વ યહૂદિયાના નગરોમાં પાછા ગયા, ને તેઓએ ભજનસ્તંભોના ટુકડેટુકડા કરી નાખ્યા, તથા અશેરીમ [મૂર્તિઓ] ને કાપી નાખી, અને આખા યહૂદિયા તથા બિન્યામીનમાંથી, તેમ જ એફ્રાઈમ તથા મનાશ્શામાંથી પણ, ઉચ્ચસ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનું નિકંદન કરી નાખ્યું. પછી સર્વ ઇઝરાયલી લોકો પોતાના નગરોમાં પોતપોતાના વતનમાં પાછા ગયા.
સિત્તેર વર્ષ પૂરાં થયા પછી યહોવા તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં દુનિયાનાં સર્વ રાજ્યોની સાથે વેશ્યાનો ધંધો ચલાવશે.
તેથી યાકૂબના અપરાધનું પ્રાયશ્ચિત કરવામાં આવશે, ને તેનાં પાપ દૂર કરવાનું તમામ ફળ આ છે; જ્યારે તે વેદીના સર્વ પથ્થરને ચૂરેચૂરા થયેલા ચૂનાના પથ્થર જેવા કરી નાખશે, ત્યારે અશેરા મૂર્તિઓ તથા સૂર્યમૂર્તિઓ ઊભી રહેશે નહિ.
તેના દ્રાક્ષાવેલા તથા તેની અંજીરીઓ કે જેઓ વિષે તેણે કહ્યું છે, ‘આ તો મને મારા યારોએ આપેલું મારું વેતન છે.’ તેઓને હું વેરાન કરી નાખીશ; અને હું તેઓને જંગલ કરી નાખીશ, ને વનચર જાનવરો તેમનો ભક્ષ કરશે.
કેમ કે તેમની માએ વ્યભિચાર કર્યો છે. તેમનો ગર્ભ ધરનારીએ શરમભરેલું કામ કર્યું છે; કેમ કે તેણે કહ્યું, ‘મારા પ્રીતમો જેઓ મને મારું અન્ન ને મારું જળ, મારું ઊન ને મારું શણ, મારું તેલ ને મારું પાન આપે છે, તેમની પાછળ હું જઈશ.’
અને મેં તમારા પાપને, એટલે જે વાછરડું તમે બનાવ્યું હતું તેને લઈને આગથી બાળ્યું, ને તેને ટીપીને ધૂળ જેવો તેનો બારીક ભૂકો કર્યો, ને મેં તે ભૂકો પર્વતમાંથી નીકળીને નીચાણ તરફ વહેતા વહેળિયામાં નાખ્યો.
કેમ કે તેના વ્યભિચાર [ને લીધે રેડાયેલા] કોપરૂપી દ્રાક્ષારસથી સર્વ દેશના લોકો પીધેલા છે. પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને પૃથ્વી પરના વેપારીઓ તેના પુષ્કળ મોજશોખથી ધનવાન થયા છે.”
બીજે દિવસે તેઓ પરોઢિયે ઊઠ્યા ત્યારે, જુઓ, યહોવાના કોશ આગળ દાગોન ભૂમિ પર ઊંધો પડેલો હતો. વળી દાગોનનું શિર તથા તેની બન્ને હથેલી ઉંબરા પર છૂટાં પડેલાં હતાં; કેવળ દાગોન [નું ધડ] રહ્યું હતું.