Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 1:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હે લાખીશના રહેવાસી, તું રથે જલદ ઘોડા જોડ. સિયોનની દીકરીના પાપનો આરંભ [કરનાર] તે હતી; કેમ કે ઇઝરાયલના અપરાધો તારામાં માલૂમ પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 હે લાખીશના રહેવાસીઓ, રથે ઘોડા જોડો. તમે ઇઝરાયલનાં પાપનું અનુકરણ કર્યું અને એમ કરીને યરુશાલેમને પણ પાપમાં પાડયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હે લાખીશના લોકો, રથને ઘોડા જોડો. સિયોનની દીકરી માટે પાપની શરૂઆત કરનાર તે હતી, અને તમારામાં ઇઝરાયલના અપરાધ મળ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હે લાખીશના લોકો, રથને ઘોડા જોડો; સિયોનની પુત્રી માટે તે પાપની શરુઆત હતી; અને તમારામાં ઇસ્રાએલના અપરાધ મળ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 1:13
27 Iomraidhean Croise  

અને એમ થયું કે તેઓ તેમને બહાર લાવ્યા પછી [યહોવાએ] તેને કહ્યું, “તું પોતાનો જીવ લઈને નાસી જા. તારી પાછળ જોતો ના, ને નીચાણમાં કોઈ ઠેકાણે રહેતો ના; તારો નાશ ન થાય માટે પહાડ પર નાસી જજે.”


જે પાપો યરોબામે કર્યા છે તથા જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે તે ઇઝરાયલને તજી દેશે.”


અને એમ થયું કે નબાટના દીકરા યરોબામનાં પાપને માર્ગે ચાલવું એ તો જાણે તેને માટે એક નજીવી બાબત હોય તેમ તે સિદોનીઓના રાજા એથ્બાલની દીકરી ઇઝબેલ સાથે પરણ્યો, ને તેણે જઈને બાલની સેવા કરીને તેની ભક્તિ કરી.


તેઓ, પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાણે, ઘોડાઓને માટે તથા તેજી ઘોડાઓને માટે તેઓને મુકામે જવ તથા ખડ પહોંચાડતા હતા.


અને યરુશાલેમમાં લોકોએ તેની સામે બંડ કર્યું, તેથી તે લાખીશ નાસી ગયો; પણ તેઓએ તેની પાછળ લાખીશમાં માણસો મોકલીને ત્યાં તેને મારી નાખ્યો.


અને આશૂરના રાજાએ લાખીશથી તાર્તાન, રાબસારીસ તથા રાબશાકેહને મોટા સૈન્ય સાથે હિઝકિયા રાજા પાસે યરુશાલેમ મોકલ્યા. તેઓ નીકળીને યરુશાલેમ આવ્યા. ત્યાં પહોચ્યા પછી તેઓએ ધોબીના ખેતરની સડક પર જે ઉપરનું તળાવ છે તેના ગરનાળા પાસે મુકામ કર્યો.


આહબના ઘરનાંએ કર્યું તેમ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, કેમ કે આહાબની દીકરી સાથે પરણ્યો હતો. તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.


અદોરાઈમ, લાખીશ અઝેકા,


ત્યાર પછી આશૂરના રાજા સાન્હેરીબે (તે તો પોતાના સર્વ બળવાન સૈન્‍ય સાથે લાખીશથી સામે પડેલો હતો) તેના કેટલાક સરદારોને યરુશાલેમમાં યહૂદિયાના રાજા હિઝકિયાની પાસે તથા યરુશાલેમમાં રહેનારા યહૂદિયાના સર્વ લોકોની પાસે મોકલીને કહાવ્યું,


શું તું જંગલી બળદને અછોડાથી બાંધીને [ખેતરના] ચાસમાં ચલાવી શકે છે? કે શું તે તારી મરજી પ્રમાણે [ચાલીને] ખીણનાં ખેતરો ખેડશે?


અને મૂસાએ હારુનને કહ્યું, “આ લોકોએ તને શું કર્યું કે તું તેઓના પર આવું મોટું પાપ લાવ્યો છે?”


માદમેના નાસી જાય છે; ગેબીમના રહેવાસીઓ પોતાની [માલમતા] લઈને નાસે છે.


તેણે લાખીશથી રાબશાકેને મોટા લશ્કરસહિત હિઝકિયા રાજાની પાસે યરુશાલેમ મોકલ્યો. તે ધોબીના ખેતરની સડક પર ઉપલા તળાવના ગરનાળા પાસે ઊભો રહ્યો.


જ્યારે રાબશાકે પાછો ગયો, ત્યારે તેને માલૂમ પડયું કે આશૂરનો રાજા લિબ્નાની વિરુદ્ધ યુદ્ધ કરે છે. વળી તેણે સાંભળ્યું હતું કે તે લાખીશથી ઊપડયો છે.


મેં જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને કાઢી મૂકી હતી, ને તેને છૂટાછેડા આપ્યા હતા, તોપણ તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા બીધી નહિ; તેણે પણ વ્યભિચાર કર્યો.


તે સમયે બાબિલના રાજાનુમ સૈન્ય યરુશાલેમની સામે તથા યહૂદિયામાં બાકી રહેલાં લાખીશ તથા અઝેકા નગરોની સામે લડતું હતું; કેમ કે યહૂદિયાનાં નગરોમાંના બાકી રહેલાં કિલ્લાબંધ નગરો બે જ હતાં.


સવારો તથ ધનુર્ધારીઓના અવાજ સાંભળીને નગરમાંના સર્વ લોકો નાસે છે. તેઓ ઝાડીઓમાં ભરાઈ જાય છે, તથા ખડકો પર ચઢી જાય છે. સર્વ [લોક] નગરોને તજે છે, તેઓમાં કોઈ વસનાર નથી.


તેની બહેન ઓહોલિબાએ એ જોયું, તોપણ એ પોતાના ઈશકમાં તેના કરતા વધારે ભ્રષ્ટ હતી; તે પોતાની બહેન કરતાં વધારે વ્યભિચારો કરીને ભ્રષ્ટ થઈ.


યાકૂબના અપરાધને લીધે તથા ઇઝરાયલ લોકોનાં પાપોને કારણે એ સર્વ થયું છે. યાકૂબનો અપરાધ શો છે? શું તે સમરુન નથી? અને યહૂદિયાના ઉચ્ચસ્થાનો ક્યાં છે? શું યરુશાલેમ નહિ?


માટે યરુશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના રાજા હોહામને, તથા યાર્મૂથના રાજા પિરામને, તથા લાખીશના રાજા યાફીઆને, તથા એગ્લોનના રાજા દબીરને આવો સંદેશો મોકલ્યો:


લાખીશ તથા બોસ્કાથ તથા એગ્લોન;


તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એણે બાલાકને ઇઝરાયલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓનાં નૈવેદ ખાય અને વ્યભિચાર કરે.


તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે, ઈઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્‍ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓનાં નૈવેદ ખાવાને શીખવે છે તથા ભમાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan