Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 1:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 કેમ કે મારોથનો રહેવાસી ચિંતાતુર થઈને કલ્યાણની રાહ જુએ છે. કેમ કે યહોવા પાસેથી આપત્તિ યરુશાલેમના દરવાજા સુધી ઊતરી આવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 મારોથના લોકો વેદનામાં કષ્ટાય છે અને કળ વળે તેની આતુરતાથી આશા સેવી રહ્યા છે. કારણ, પ્રભુએ છેક યરુશાલેમના દરવાજા સુધી વિનાશ લાવી મૂક્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કેમ કે મારોથના લોકો ચિંતાતુર થઈને કંઈ સારું થાય તેની રાહ જોએ છે, કેમ કે, યહોવાહ તરફથી, યરુશાલેમના દરવાજા સુધી આફત આવી પહોંચી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 મારોથના લોકો કંઇ સારાની રાહ જોવામાં નબળા બની ગયા, કારણકે, યહોવા તરફથી આફત યરૂશાલેમના દરવાજા સુધી આવી પહોંચી છે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 1:12
9 Iomraidhean Croise  

હું શુભની આશા રાખતો હતો, પણ અશુભ આવી પડયું. હું અજવાળાની આશા રાખતો હતો, પણ અંધારું આવી પડયું.


પ્રકાશનો કર્તા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિ કરનાર ને સંકટ લાવનાર; હું યહોવા એ સર્વનો કરનાર છું.


શું [પ્રભુ] તમે યહૂદિયાનો છેક જ ત્યાગ કર્યો છે? શું તમારો જીવ સિયોનથી કંટાળી ગયો છે? અમને રૂઝ વળે નહિ એવી રીતે તમે અમને શા માટે માર્યા છે? અમે શાંતિની આશા રાખતા હતા, પણ કાંઈ કલ્યાણ થયું નહિ; અને સાજા થવાના સમયની રાહ જોતા હતા, પણ તેના બદલામાં ત્રાસ જ થયો!


આપણે શાંતિની આશા રાખી, પણ કંઈ હિત થયું નહિ; અને કુશળ સમયની રાહ જોઈ, પણ જુઓ, ભય!


નગરમાં રણશિંગડું વગાડવામાં આવે તો લોક બીધા વગર રહે ખરા? શું યહોવાના હાથ વગર નગર પર આપત્તિ આવે?


કેમ કે તેના ઘા અસાધ્ય છે. કેમ કે [ન્યાયચુકાદો] યહૂદિયામાં પણ આવી પહોંચ્યો છે. તે મારા લોકના દરવાજા સુધી છેક યરુશાલેમ સુધી, પહોંચ્યો છે.”


ત્યારે તેણે તેઓને કહ્યું, “મને નાઓમી [એટલે મીઠી] ન કહો, મને તો મારા [એટલે કડવી] કહો; કેમ કે સર્વસમર્થ ઈશ્વરે મારા પર ઘણી સખ્તાઈ ગુજારી છે.


તે આવ્યો ત્યારે જુઓ, એલી રસ્તાની બાજુએ પોતાના આસન પર બેસીને રાહ જોતો હતો; કેમ કે ઈશ્વરના કોશ વિષે તેનું હદય થરથરતું હતું. જ્યારે તે માણસે નગરમાં આવીને ખબર કહી, ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું.


Lean sinn:

Sanasan


Sanasan