Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 1:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હે શાફીરના રહેવાસી, તું નગ્ન તથા લજ્‍જિત થઈને ચાલ્યો જા. સાનાણો રહેવાસી બહાર નીકળતો નથી. બેથ-એસલનો વિલાપ તમારી પાસેથી તેનું સ્થળ લઈ લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ઓ શાફિરના રહેવાસીઓ, નગ્ન અને લજ્જિત થઈને દેશનિકાલ થાઓ. હે સાઅનાનના નિવાસીઓ, તમે પોતાના શહેર બહાર જઈ શકશો નહિ. બેથ એસેલના લોકોનો વિલાપ સાંભળીને તમને ખબર પડી જશે કે ત્યાં પણ સંતાવાનું કોઈ સ્થાન રહ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ત્ર તથા બદનામ થઈને તું ચાલ્યો જા. સાનાનના રહેવાસીઓ, પોતાના ઘરની બહાર નીકળતા નથી. બેથ-એસેલ વિલાપ કરે છે, તમારી પાસેથી તેનું સ્થળ લઈ લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ર થઇને, ને નામોશી વહોરીને દેશવટાને રસ્તે પડો. સાઅનાનના રહેવાસીઓ પોતાના ઘરની બહાર નીકળવાની હિંમત કરી શકતા નથી. બેથ-એસેલ વિલાપ કરે છે; તે તમારી પાસેથી પોતાનો આધાર મેળવશે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 1:11
12 Iomraidhean Croise  

માળા તોડી પાડયાને લીધે ભટકતાં પક્ષી જેવી મોઆબની દીકરી આર્નોનના ઓવારાઓ પર આવશે.


તેમ આશૂરનો રાજા મિસરના બંદીવાનોને તથા કૂશના પ્રવાસીઓને, જુવાન તથા વડીલોને ઉઘાડે શરીરે તથા પગે, નગ્નાવસ્થામાં, મિસરને લાજ લાગે એવી રીતે, લઈ જશે.


જો તું તારા હ્રદયમાં પૂછે કે, ‘મારી એવી સ્થિતિ કેમ થઈ છે?’ તો તારા ઘણા અન્યાયને લીધે તારાં વસ્ત્રો ઊંચા કરવામાં આવ્યા છે, અને તારી એડીઓને ઈજા થઈ છે.


તમારો જીવ લઈને નાસો, ને વગડામાંની દૂર્વા જેવા થાઓ.


મોઆબને પાંખો આપો કે તે ઊડી જાય, તેનાં નગરો ઉજ્જડ થશે, તેમાં કોઈ રહેશે નહિ.


જો, હું તારા સર્વ આશકો જેમની સાથે તેં મોજ માણી છે તેઓને, અને તારા સર્વ અળખામણાઓને પણ હું એકત્ર કરીશ. હા, હુ તેઓને તારી સામે ચોતરફ એકઠા કરીશ, ને તમની આગળ તારી નગ્નતા ઉઘાડી કરીશ, જેથી તેઓ તારી બધી નગ્નતા જુએ.


તેઓ તારા પર પોતાનું વૈર લેશે, ને તારી સર્વ મહેનતના ફળ નું હરણ કરશે, ને તેને નગ્ન તથા ઉઘાડી કરી મૂકશે. અને તારા વ્યભિચારની નગ્નતા, [એટલે] તારી લંપટતા તથા તારો વ્યભિચાર બન્ને ઉઘાડાં થશે.


[મીખાહ કહે છે] , “એને લીધે હું વિલાપ કરીને પોક મૂકીશ, હું ઉઘાડે પગે તથા વસ્‍ત્રરહિત ફરતો ફરીશ. હું શિયાળવાંની જેમ ભૂંકીશ, ને શાહમૃગની જેમ કળકળીશ.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જો, હું તારી વિરુદ્ધ છું, હું તારો ઘાઘરો તારા મોં આગળ ઉઘાડીશ, અને હું પ્રજાઓને તારી નગ્નતા, ને રાજ્યોને તારી લાજ દેખાડીશ.


તમે પર્વતોની ખીણમાં થઈને નાસી જશો, કેમ કે પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. હા, યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપથી જેમ તમે નાસી છૂટયા હતા તેમ તમે નાસી જશો; અને મારો ઇશ્વર યહોવા પોતાની સાથે સર્વ પવિત્રોને લઈને આવશે.


સનાન તથા હદાશા તથા મિગ્દાલ-ગાદ;


Lean sinn:

Sanasan


Sanasan