Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 9:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 વળી કોરા કાપડનું થીંગડું જૂના વસ્‍ત્રમાં કોઈ નથી લગાવતું, કેમ કે તે થીંગડાથી તે વસ્‍ત્ર ખેંચાય છે, ને તે વધારે ફાટી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 જૂના વસ્ત્ર પર થીંડું મારવા માટે નવા કાપડનો ઉપયોગ કોઈ કરતું નથી, કારણ, એવું થીંડું તો સંકોચાઈને પેલા વસ્ત્રને ફાડશે અને એમ તે વધારે ફાટશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 વળી નવા વસ્ત્રોનું થીંગડું જૂના વસ્ત્રોમાં કોઈ મારતું નથી, કેમ કે તે થીંગડાથી તે વસ્ત્રો ખેંચાય છે, અને તે વધારે ફાટી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “જો કોઈ જૂનાં કપડાં પર કોરા કપડાંનું થીંગડું મારે તો એ થીંગડાંથી કપડાંમાં કાણું વધારે મોટુ બનશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 9:16
11 Iomraidhean Croise  

માટે, મારા મુરબ્બી, તારા દાસની આગળ જા; અને હું સેઇરમાં મારા મુરબ્બી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે ઢોર મારી આગળ છે તેઓ તથા છોકરાં ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ.”


કેમ કે દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ; રખેને ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.


ભરવાડની જેમ તે પોતાના ટોળાનું પાલન કરશે, ને તે બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે, તે ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે.


ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસ આવશે કે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.


વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ નથી ભરતું. જો ભરે તો મશકો ફાટી જાય, ને દ્રાક્ષારસ વહી જાય ને મશકોનો નાશ થાય. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે જેથી બન્‍નેનું રક્ષણ થાય છે.”


અને કોરા કપડાનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું જોડેલું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે, ને તે વધારે ફાટી જાય છે.


તેમણે તેઓને એક દ્દષ્ટાંત પણ કહ્યું, “નવા કપડાંમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના વસ્‍ત્રને થીંગડું મારતું નથી. જો તે મારે તો તે નવું ફાડી નાખશે, અને વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવશે.


હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે તે ખમી શકતા નથી.


હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે; પણ તેઓમાં પ્રેમ શ્રેષ્ઠ છે.


કેમ કે એ સેવા બજાવ્યાથી માત્ર સંતોની ગરજ પૂરી પડે છે એટલું જ નહિ, પરંતુ ઈશ્વરની સ્તુતિરૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્‍ન થાય છે;


Lean sinn:

Sanasan


Sanasan