Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 9:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસ આવશે કે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 ઈસુએ જવાબ આપ્યો, જ્યાં સુધી વરરાજા સાથે છે ત્યાં સુધી લગ્નસમારંભમાં આવેલા મહેમાનો દુ:ખી બને એવું શું તમે વિચારી શકો છો? ના, એમ ન બને. પણ એવો સમય આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “જ્યાં સુધી વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસો આવશે કે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં સુધી તેમની સાથે વરરાજા હોય ત્યાં સુધી વરરાજાના મિત્રો પાસે ઉદાસીનતાની અપેક્ષા રાખી શકાય? અલબત્ત નહિ જ, પરંતુ જ્યારે તેઓની પાસેથી વરરાજા લઈ લેવાશે ત્યારે સમય આવશે પછી તેઓ ઉપવાસ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 9:15
22 Iomraidhean Croise  

વળી તે દિવસે સૈન્યોના પ્રભુ યહોવાએ રડવાને, વિલાપ કરવાને, મુંડાવાને તથા ટાટ પહેરવાને બોલાવ્યા;


ત્યારે યોહાનના શિષ્યો તેમની પાસે આવીને કહે છે, “અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ નથી કરતા, એનું કારણ શું?”


વળી કોરા કાપડનું થીંગડું જૂના વસ્‍ત્રમાં કોઈ નથી લગાવતું, કેમ કે તે થીંગડાથી તે વસ્‍ત્ર ખેંચાય છે, ને તે વધારે ફાટી જાય છે.


અને ઈસુએ તેઓને કહ્યું, “વર જાનૈયાઓની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વર તેઓની સાથે છે તેટલા વખત સુધી તેમનાથી ઉપવાસ કરી શકાય નહિ.


પણ એવા દિવસ આવશે કે જ્યારે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે.


તેમણે શિષ્યોને કહ્યું, “એવા દિવસ આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ચાહશો, પણ તમે જોશો નહિ.


ઈસુએ તેઓને કહ્યું, “વર જાનૈયાઓની સાથે હોય ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો શું?


પણ એવા દિવસ તો આવશે. વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે સમયે તેઓ ઉપવાસ કરશે.”


પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.


જેને કન્યા છે તે જ વરરાજા છે; પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે; એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.


વળી તેઓએ દરેક મંડળીમાં [મત લઈને] તેઓને માટે વડીલો નીમ્યા, અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેમને જે પ્રભુ ઉપર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યા.


એકબીજાથી જુદાં ના પડો, પણ માત્ર પ્રાર્થનામાં રહેવા માટે એકબીજાની સંમતિથી થોડી વાર સુધી જુદાં પડો તો પડો, અને પછી પાછાં એકઠાં રહો, રખેને તમે તમારા વિકારને વશ થયાને લીધે શેતાન તમારું પરીક્ષણ કરે.


શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાંઘણો, ટાઢ તથા વસ્‍ત્રની તંગાશ, એ સર્વ સહન કર્યું.


વળી તે મને કહે છે, “હલવાનના લગ્નજમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે, એમ તું લખ.” તે મને એમ પણ કહે છે, “આ તો ઈશ્વરનાં ખરાં વચનો છે.”


વળી મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના પતિને માટે શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.


Lean sinn:

Sanasan


Sanasan