Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 8:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને ઈસુ કપર-નાહૂમમાં પ્રવેશ્યા, ત્યારે એક જમાદારે તેમની પાસે આવીને તેમને વિનંતી કરી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 ઈસુએ કાપરનાહુમમાં પ્રવેશ કર્યો અને એક રોમન સૂબેદારે તેમની પાસે આવીને મદદ માગી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ઈસુ કપરનાહૂમમાં આવ્યા, પછી એક શતપતિ તેમની પાસે આવીને વિનંતી કરી કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ઈસુ કફર-નહૂમ આવ્યો, ઈસુ શહેરમાં પ્રવેશ્યો કે તરત જ એક લશ્કરી અધિકારી, તેની પાસે આવ્યો અને મદદ માટે વિનંતી કરી.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 8:5
15 Iomraidhean Croise  

અને, ઓ ક૫ર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેસ સુધી નીચું ઊતરશે, કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત.


ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો.”


અને નાઝરેથ મૂકીને ઝબૂલોનની તથા નફતાલીની સીમમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા :


ત્યારે હોડીમાં બેસીને તે સામે પાર ગયા, ને પોતાના નગરમાં આવ્યા,


જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જોયું કે એમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું, “ખરેખર આ માણસ ઈશ્વરનો દીકરો હતો.”


અને કેટલાક દિવસ પછી તે ફરી કપર-નાહૂમમાં ગયા, ત્યારે એવી ચર્ચા ફેલાઈ કે, ‘તે ઘરમાં છે’


તેઓએ તેને વાધરીઓથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું, “જે માણસ રોમન છે અને જેને ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા એ શું કાયદેસર છે?”


ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને બોલાવીને કહ્યું, “આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેમને કંઈ કહેવા માગે છે.”


પછી તેણે બે સૂબેદારને પોતાની પાસે બોલાવીને કહ્યું, “બસો સિપાઈઓને, સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાઓને, રાતના નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો;


દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્‍છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને અમે ક્રિતને કિનારે કિનારે હંકાર્યું.


ત્યારે પાઉલે સૂબેદારને તથા સિપાઈઓને કહ્યું, “જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.”


પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેમને તેમની ધારણા અમલમાં લાવતાં અટકાવ્યા. અને આજ્ઞા કરી કે, જેઓને તરતાં આવડતું હોય તેઓએ કૂદી પડીને પહેલા કિનારે જવું.


હવે લુદા જોપ્પા પાસે હતું, તેથી પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે માણસને તેની પાસે મોકલીને એવી આજીજી કરી, “અમારી પાસે આવવાને તું ઢીલ કરીશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan