Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 8:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે, ને ઇબ્રાહિમની અને ઇસહાકની અને યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ઘણા પૂર્વ અને પશ્ચિમમાંથી ઈશ્વરના રાજ્યમાં આવીને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબની સાથે જમવા બેસશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણાં લોકો આવશે અને ઇબ્રાહિમની, ઇસહાકની તથા યાકૂબની સાથે સ્વર્ગના રાજ્યમાં જમવા બેસશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હું તમને કહું છું કે પૂર્વ અને પશ્ચિમમાંથી ઘણા લોકો આવશે અને આકાશના રાજ્યમાં ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબની સાથે બેસશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 8:11
40 Iomraidhean Croise  

અને જેઓ તને આશીર્વાદ આપે તેઓને હું આશીર્વાદ આપીશ, ને જેઓ તને શાપ આપે તેઓને હું શાપ આપીશ; અને તારામાં પૃથ્વીનાં સર્વ કુટુંબ આશીર્વાદ પામશે.


અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”


અને પૃથ્વીની રજ જેટલાં તારાં સંતાન થશે, ને તું પૂર્વપશ્ચિમ તથા ઉત્તરદક્ષિણ ફેલાશે, ને તારામાં તથા તારાં સંતાનમાં પૃથ્વીનાં સર્વ ગોત્રો આશીર્વાદ પામશે.


શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


પૃથ્વીની સર્વ સીમા [ના લોકો] યહોવાને સંભારીને તેમની તરફ ફરશે; અને વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે.


તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; પૃથ્વીની સર્વ સીમાઓએ આપણા ઈશ્વરનું તારણ જોયું છે.


તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.


જુઓ, તેઓ દૂરથી, જુઓ, ઉત્તરથી તથા પશ્ચિમથી, અને તેઓ સીનીમ દેશથી આવશે.


તે તો કહે છે, “તું યાકૂબનાં કુળોને ઊભાં કરવા માટે, તથા ઇઝરાયલમાંના [નાશમાંથી] બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય, એ થોડું કહેવાય; માટે પૃથ્વીના છેડા સુધી મારું તારણ પહોંચવા માટે વિદેશીઓને અર્થે હું તને પ્રકાશરૂપ ઠરાવીશ.”


યહોવાએ સર્વ વિદેશીઓના જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; પૃથ્વીની સર્વ સીમાઓ આપણા ઈશ્વરે [કરેલું] તારણ જોશે.


તેઓ પશ્ચિમથી યહોવાના નામનો, ને સૂર્યોદયના સ્થળથી તેમના પ્રતાપનો ભય રાખશે; કેમ કે તે બાંધી દીધેલી નદી, જેને યહોવાનો શ્વાસ હડસેલે છે, તેની જેમ ધસી આવશે.”


હે યહોવા, સંકટને સમયે મારા સામર્થ્ય, મારા ગઢ, તથા મારા આશ્રય, પૃથ્વીના છેડાઓથી વિદેશીઓ તમારી પાસે આવીને કહેશે, “અસત્ય, વ્યર્થ તથા નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પૂર્વજોનો વારસો છે.


તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત તે આ સર્વ રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, ને તે સર્વકાળ ટકશે.


કેમ કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ [બાળવામાં] તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે.” કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે.”


તેઓ તેમને કહે છે, “તે દુષ્ટોનો તે પૂરો નાશ કરશે; અને એવા બીજા ખેડૂતો કે જેઓ ૠતુએ તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી તે ઇજારે આપશે.”


અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેના પસંદ કરેલાઓને એકત્ર કરશે.


“પસ્તાવો કરો; કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.


ત્યારે ઈસુ તે સાંભળીને અચરત થયા, ને પાછળ આવનારાઓને તેમણે કહ્યું, હું તમને ખચીત કહું છું કે, આટલો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.


જે દાસોને ધણી આવીને જાગતા જોશે તેઓને ધન્ય છે; હું તમને ખચીત કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે.


તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો, અને તેને દાટવામાં આવ્યો.


ત્યારે વિદેશીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે [એ જોઈને] સુન્‍નતીઓમાંના જે વિશ્વાસ કરનારા પિતરની સાથે આવ્યા હતા તેઓ સર્વ વિસ્મય પામ્યા.


આ વાતો સાંભળીને તેઓ છાના રહ્યા, અને ઈશ્વરને મહિમા આપતાં કહ્યું, “ઈશ્વરે વિદેશીઓને પણ પશ્ચાત્તાપ [કરવાનું મન] આપ્યું છે કે તેઓ જીવન પામે.”


તેઓએ શિષ્યોનાં મન દઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો, અને [કહ્યું કે,] “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.”


તેઓએ ત્યાં આવીને મંડળીને એકત્ર કરીને જે જે કામ ઈશ્વરે તેઓની મારફતે કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને માટે વિશ્વાસનું બારણું ઉઘાડ્યું હતું તે બધું કહી સંભળાવ્યું.


પણ ખ્રિસ્ત તો મૂએલાંમાંથી ઊઠયા છે, અને તે ઊંઘી ગયેલાંનું પ્રથમફળ થયા છે.


શું તમે જાણતા નથી કે અધર્મીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ,


એટલે કે વિદેશીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા [અમારી સાથે] વતનમાં ભાગીદાર, [તેમના] શરીરના અવયવો, તથા તેમના વચનના સહભાગી છે.


તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્‍નત કે બેસુન્‍નત, નથી બર્બર, નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.


એ તો ઈશ્વરના ન્યાયી ઇનસાફનું પ્રમાણ છે, જેથી ઈશ્વરના જે રાજયને માટે તમે દુ:ખ સહન કરો છો, તે [રાજયમાં દાખલ થવા] ને યોગ્ય તમે ગણાઓ.


આશેરના કુળમાંના બાર હજાર; નફતાલીના કુળમાંના બાર હજાર; મનાશ્શાના કુળમાંના બાર હજાર;


Lean sinn:

Sanasan


Sanasan