Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 7:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે. અને જે માપથી તમે માપી આપો છો, તેથી જ તમને માપી આપવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે, અને જે ધારાધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ તેઓ તમારે માટે વાપરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કેમ કે જે ન્યાય પ્રમાણે તમે ન્યાય કરો તે પ્રમાણે તમારો ન્યાય થશે. જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તમે જે રીતે બીજાનો ન્યાય કરશો, તે જ રીતે તમારો પણ ન્યાય થશે તમે બીજાઓનો ન્યાય કરવા જે માપનો ઉપયોગ કરો છો, તે જ માપનો ઉપયોગ તમારા ચુકાદા માટે થશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 7:2
19 Iomraidhean Croise  

પછી તેઓએ રાજાને કહ્યું, “જે માણસ અમને ખાઈ જતો હતો, તથા ઇઝરાયલની સર્વ સીમમાંથી અમારું નિકંદન જાય, એવી યુક્તિઓ અમારી વિરુદ્ધ જે રચતો હતો,


હા, શાપ દેવામાં તે રાજી થતો, માટે એ શાપ તેને લાગો; આશીર્વાદ આપવામાં તે ખુશી ન હતો. તેથી આશીર્વાદ તેનાથી દૂર થાઓ.


આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ,


અફસોસ છે તેને! તું લૂંટે છે પણ પોતે લૂંટાયો નહિ; તું ઠગાઈ કરે છે, પણ તેઓએ તારી સાથે ઠગાઈ કરી નહિ! તું લૂંટી રહીશ ત્યારે તું લૂંટાશે; અને તું ઠગાઈ કરવી બંધ કરીશ, ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે.


તેથી યહોવા કહે છે, “તમે દરેકે પોતાના ભાઈનો તથા પોતાના પડોશીનો છુટકારો જાહેર કરવાનું મારું [વચન] પાળ્યું નથી, તેથી યહોવા કહે છે કે, હું તમારો ત્યાગ કરીને તમને તરવાર, મરકી તથા દુકાળને સ્વાધીન કરીશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં હું તમને વિખેરી નાખીશ.


યહોવા કહે છે, “બાબિલ તથા ખાલદી દેશના સર્વ રહેવાસીઓએ સિયોનમાં તમારી આંખ આગળ જે ભૂંડું કર્યું છે, તે સર્વનું પ્રતિફળળ હું તેમને પૂરેપૂરું આપીશ.”


કેમ કે સર્વ પ્રજાઓ પર યહોવાનો દિવસ પાસે છે. જેવું તેં [બીજાઓને] કર્યું છે, તેવું જ તને કરવામાં આવશે; તારી કરણીનું ફળ તારે ભોગવવું પડશે.


કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો, તો તમારા આકાશમાંના પિતા તમને પણ માફ કરશે.


અને તેમણે તેઓને કહ્યું, “તમે શું સાંભળો છો તે વિષે સાવધાન રહો. જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે; અને તમને વધતું અપાશે.


આપો ને તમને અપાશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.”


પણ આટલું [તો ખરું છે] કે, જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી; અને જે ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી.


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે, ન્યાય પર દયા વિજય મેળવે છે.


જેમ તેણે [બીજાઓને] ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો, અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું આપો! જે પ્યાલું તેણે મેળવીને ભર્યું છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો!


ત્યારે અદોની બેઝેકે કહ્યું, “હાથના તથા પગના અંગૂઠા કાપી નંખાયેલા એવા સિત્તેર રાજાઓ મારી મેજ નીચેથી [ટુકડા] વીણી ખાતા હતા. જેવું મેં કર્યું છે, તેવો જ બદલો ઈશ્વર મને આપ્યો છે.” અને તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા, ને ત્યાં તે મરી ગયો.


તેના ચરણ અગળ તે નમ્યો, તે પડ્યો, તે સૂતો; તેના ચરણ આગળ તે નમ્યો. તે પડ્યો; તે જ્યાં નમ્યો ત્યાં જ તેની લાસ પડી.


શમુએલે કહ્યું, “જેમ તારી તરવારે સ્‍ત્રીઓને પુત્રહીન કરી છે, તેમ તારી મા પણ સ્‍ત્રીઓમાં પુત્રહીન થશે.” પછી શમુએલે ગિલ્ગાલમાં યહોવાની આગળ અગાગને કાપીને ટુકડા કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan