માથ્થી 7:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો. કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધક [ની વાતોનો સાર] એ જ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 બીજાઓ પાસે જેવા વર્તાવની તમે અપેક્ષા રાખો છો, તેવો વર્તાવ તમે કરો. મોશેના નિયમશાસ્ત્ર અને સંદેશવાહકોના શિક્ષણનો સાર આ જ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 માટે જે કંઈ તમે ઇચ્છો છો કે બીજા લોકો તમારા પ્રત્યે કરે, તેવું તમે પણ તેઓ પ્રત્યે કરો; કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર તે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 “તમે બીજા પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખતા હોય એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સારાંશ એ જ છે. Faic an caibideil |
“વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમ જ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરુદ્ધ, મજુર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની] , અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશી [નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.