Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 6:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: આકાશમાંના અમારા ઈશ્વરપિતા, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 માટે તમે આ રીતે પ્રાર્થના કરો: “ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેથી જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારે આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ: ‘ઓ આકાશમાંના અમારા પિતા, અમે પ્રાર્થના કરીએ કે તારું નામ હંમેશા પવિત્ર રહેવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 6:9
43 Iomraidhean Croise  

તમારું નામ સર્વકાળને માટે મોટું મનાઓ, ને સૈન્યોના યહોવા તે ઇઝરાયલના ઈશ્વર છે એમ કહેવાઓ; અને તમારા સેવક દાઉદનું ઘર તમારી આગળ સ્થાપિત થશે.


ત્યારે તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને જે સર્વ બાબત વિષે તે પરદેશી તમારી પ્રાર્થના કરે, તે પ્રમાણે તમે કરજો, કે જેથી પૃથ્વીના સર્વ લોક તમારું નામ જાણે, ને તમારા ઇઝરાયલી લોકોની જેમ તેઓ તમારી બીક રાખે, ને તેઓ જાણે કે આ મારું બાંધેલું મંદિર તમારા નામથી ઓળખાય છે.


તમારું નામ સર્વકાળ કાયમ રહો, ને મોટું મનાઓ, જેથી લોકો કહે કે, સૈન્યોના ઈશ્વર યહોવા ઇઝરાયલના ઈશ્વર છે, હા, ઇઝરાયલના હકમાં તે ઈશ્વર છે. તમારા સેવક દાઉદનું કુટુંબ તમારી આગળ કાયમ થયું છે.


“હે અમારા પિતૃઓના ઈશ્વર, યહોવા, શું તમે આકાશવાસી ઈશ્વર નથી? શું તમે વિદેશીઓનાં સર્વ રાજ્યો પર અધિકારી નથી?તમારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે કોઈ તમારી સામે ટકવાને સમર્થ નથી.


યેશૂઆ, કાહ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા, એ લેવીઓએ કહ્યું, “ઊભા થઈને આપણા ઈશ્વર યહોવા જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો; અને એમ બોલો કે, તમારું બુલંદ નામ કે કે જે સર્વ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પર છે, તેને ધન્ય હો!


તેમણે પોતાના લોકની પાસે ઉદ્ધાર મોકલ્યો છે; અને પોતાનો કરાર સર્વકાળ માટે ફરમાવ્યો છે. તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.


પણ અમારો ઈશ્વર તો આકાશમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું છે.


યહોવા ઈશ્વરને, ઇઝરાયલના ઈશ્વરને, ધન્ય હોજો, એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે;


હવે, હે અમારા ઈશ્વર યહોવા, તેના હાથમાંથી અમારો બચાવ કરજો કે, પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા યહોવા છો.”


કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતનકાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: “હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, વળી જે અંત:કરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હ્રદયને ઉત્તેજિત કરું.


તેઓ એકબીજાને પોકારીને કહેતા, “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના [ઈશ્વર] યહોવા; આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે.”


જો કે ઇબ્રાહિમ અમને જાણતો નથી, ને ઇઝરાયલ અમને કબૂલ કરતો નથી, તે છતાં તમે અમારા પિતા છો; હે યહોવા, તમે અમારા પિતા છો; પ્રાચીનકાળથી અમારો ‘ઉદ્ધાર કરનાર’ એ જ તમારું નામ છે.


હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી, ને તમે અમારા કુંભાર; અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.


યહોવા એવું કહે છે, “આકાશો મારું રાજ્યાસન છે, ને પૃથ્વી મારું પાયાસન છે; તમે મારે માટે કેવું ઘર બાંધશો? અને મારું વિશ્રામસ્થાન કેવું થશે?”


અન્ય પ્રજાઓમાં તમે મારા મહાન નામને બટ્ટો લગાડ્યો છે, તેને હું પવિત્ર મનાવીશ. અને પ્રભુ યહોવા કહે છે કે, જ્યારે હું તે પ્રજાઓની નજર આગળ તમારામાં પવિત્ર મનાઈશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


હું મારું પોતાનું મહાત્મ્ય તથા પવિત્રતા વિદિત કરીશ, ને હું ઘણી પ્રજાઓની ર્દષ્ટિમાં પોતાને પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તેમ યહોવાના મહિમાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થઈ જશે.


યહોવા આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવા એક જ મનાશે, ને તેમનું નામ એક જ હશે.


કેમ કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ [બાળવામાં] તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે.” કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે.”


પૈસાની બે ચકલી વેચાતી નથી શું? તોપણ તમારા પિતા [ની ઇચ્છા] વગર તેમાંથી એકેય ભોંય પર પડનાર નથી.


અને પૃથ્વી પર તમે કોઈને તમારો પિતા ન કહો, કેમ કે એક જે આકાશમાં છે, તે તમારા પિતા છે.


અને હું તમને કહું છું કે, હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.”


વળી બીજી વાર તેમણે જઈને પ્રાર્થના કરી, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તમારી ઇચ્છા પ્રમાણે થાય.”


તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્‍તુતિ કરે.


એ માટે જેવા તમારા આકાશમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો.


કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો, તો તમારા આકાશમાંના પિતા તમને પણ માફ કરશે.


પણ જ્યારે તું પ્રાર્થના કરે, ત્યારે તારી ઓરડીમાં પેસ, ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે.


તે માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંઓને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલાં વિશેષે કરીને તે સારાં વાનાં આપશે?


હું અહીંથી ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં આકાશ સામે તથા તમારી આગળ પાપ કર્યું છે;


દીકરાએ તેને કહ્યું કે, ‘પિતાજી, મેં આકાશ સામે તથા તમારી આગળ પાપ કર્યું છે; હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.’


“પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્‍ન છે, તેઓને શાંતિ થાઓ.”


ઈસુ તેને કહે છે, “હજી સુધી હું પિતા પાસે ચઢી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર. પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું ચઢી જાઉં છું.”


આપણા પિતા ઈશ્વરથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ.


કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તકપુત્રપણાનો આત્મા મળ્યો છે, તેને લીધે આપણે આબ્બા, પિતા, એવી હાંક મારીએ છીએ.


ગલાતીઓમાંની મંડળીઓ પ્રતિ લખનાર [હું] પાઉલ પ્રેરિત (જે માણસોનો નહિ ને માણસથી નહિ, પણ ઈસુ ખ્રિસ્તથી તથા ઈશ્વર પિતા જેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા તેથી [નિમાયેલો] ),


અને તમે પુત્રો છો, એ માટે ઈશ્વરે આપણાં હ્રદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે ‘આબ્બા, પિતા, એમ કહીને હાંક મારે છે.


તેમને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહિ એવા પ્રકાશમાં જે રહે છે, જેમને કોઈ માણસે જોયા નથી, ને જોઈ શકતા પણ નથી તેમને સદાકાળ ગૌરવ તથા સામર્થ્ય હો. આમીન.


અને જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો વખત બીકમાં કાઢો.


“ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો. કેમ કે તમે સર્વને ઉત્પન્‍ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.”


તેઓએ મોટે સ્વરે પોકારીને કહ્યું, “જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા‍ સ્તુતિ પામવાને યોગ્ય છે.”


Lean sinn:

Sanasan


Sanasan