Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 6:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને જ્યારે તમે પ્રાર્થના કરો છો‍ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને ગમે છે. હું તમને ખરેખર કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે દંભીઓની માફક દેખાવ ન કરો. તેમને ભજનસ્થાનમાં અને ધોરી રસ્તાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂકયો છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓનાં જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે દંભી લોકોની જેમ ના કરો. દંભી લોકો સભાસ્થાનોએ શેરીઓના ખૂણા પાસે ઉભા રહી મોટા અવાજથી પ્રાર્થના કરે છે. જેથી લોકો તેમને જોઈ શકે. હું તમને સત્ય કહું છું કે તેમને તેનો પૂરો બદલો મળી ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 6:5
34 Iomraidhean Croise  

હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો! કેમ કે હું તમારી પ્રાર્થના કરું છું.


સાંજે, સવારે તથા બપોરે હું શોક તથા વિલાપ કરીશ; તે મારો સાદ સાંભળશે.


દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે.


દરેક અભિમાની અંત:કરણવાળાથી યહોવા કંટાળે છે; હું ખાતરીપૂર્વક [કહું છું] કે, તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.


જ્યારે તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ. તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી; તમારા હાથ રક્તથી ભરેલા છે.


તમે મને હાંક મારશો, ને તમે જઈને મારી પ્રાર્થના કરશો, એટલે હું તમારું સાંભળીશ.


જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે પોતાને ઘેર ગયો, (તેના ઓરડાની બારીઓ તો યરુશાલેમ તરફ ઉઘાડી રહતી હતી;) અને તે અગાઉ કરતો હતો તેમ, દિવસમાં ત્રણવાર ઘૂંટણિયે પડીને તેણે પ્રાર્થના કરી, ને પોતાના ઈશ્વરની આભારસ્તુતિ કરી.


અને જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સર્વ તમે પામશો.”


અને, ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. [


અને લોકો તેઓને જુએ એવા હેતુથી તેઓ પોતાનાં બધાં કામ કરે છે. તેઓ પોતાનાં સ્મરણપત્રોને પહોળાં બનાવે છે, ને પોતાનાં વસ્ત્રોની કોર વધારે છે.


વળી જમણવારોમાં મુખ્ય જગાઓ, તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો,


માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારાં ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહિ તો આકાશમાંના તમારા પિતા પાસેથી તમને ફળ મળવાનું નથી.


વળી જ્યારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની જેમ લેવાઈ ગયેલા મોંના ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાનાં મોં કસાણાં કરે છે. હું તમને ખરેખર કહું છું કે તેઓ પોતાનો બદલો પામી‍ ચૂક્યા છે.


‘એ માટે જ્યારે તું દાનધર્મ કરે, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશિંગડું ન વગાડ. હું તમને ખચીત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.


એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.”


અને જ્યારે જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો; એ માટે કે તમારા પિતા જે આકાશમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે.


અને તેમણે બોધ કરતાં તેઓને કહ્યું, “શાસ્‍ત્રીઓથી સાવધાન રહો. તેઓ જામા પહેરીને ફરવાનું તથા ચૌટાઓમાં સલામો,


તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચૌટાઓમાં સલામો ચાહો છો.


સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને કાયર થવું નહિ. તે [શીખવવા] માટે તેમણે તેઓને એક દ્દષ્ટાંત કહ્યું,


પણ જકાતદરે દૂર ઊભા રહીને પોતાની નજર આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતાં છાતી કૂટીને કહ્યું, ‘ઓ ઈશ્વર, હું પાપી છું, મારા પર દયા કરો.’


તેઓ વિધવાઓનાં ઘર ખાઈ જાય છે, અને ઢોંગથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.”


પણ તમ‌ શ્રીમંતોને અફસોસ છે! કેમ કે તમે તમારો દિલાસો પામી‍‍ ચૂક્યા છો.


હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યું નથી. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો, ને તમને મળશે.


આત્મામાં સર્વ પ્રકારે તથા બધો વખત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે બધા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.


નિત્ય પ્રાર્થના કરો.


પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે [શાસ્‍ત્ર] કહે છે કે, ઈશ્વર ગર્વિષ્ડોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan