Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 6:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 એ માટે કે તારાં દાનધર્મ ગુપ્તમાં થાય; અને ગુપ્તમાં જોનાર તારા પિતા તને તેનો બદલો આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પણ તે ગુપ્ત બાબત રહે. તમે જે દાન કરો છો તે ગુપ્તમાં પણ જોનાર તમારા ઈશ્વરપિતા તેનો બદલો તમને આપશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમારું દાન ગુપ્ત હોવું જોઈએ. તમે જે કાંઈ ગુપ્ત રીતે કરો છો તે તમારો પિતા કે જે ગુપ્ત રીતે જે કાંઈ થાય છે તે જોઈ શકે છે. તે તમને બદલો આપશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 6:4
19 Iomraidhean Croise  

અંધકાર પણ મને તમારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની જેમ પ્રકાશે છે! [તમારી આગળ] અંધારું અને અજવાળું બેઉ સરખાં જ છે.


તમે મારા હ્રદયને પારખ્યું છે; તમે રાત્રે મારી તપાસ રાખી છે. તમે મારી કસોટી કરી છે, અને મારામાં તમને કંઈ દોષ માલૂમ પડ્યો નથી. મારે મુખે હું અપરાધ કરીશ નહિ.


તો ઈશ્વર જે હ્રદયની ગુપ્ત વાતો જાણે છે તે શું તે ખોળી કાઢશે નહિ?


કેમ કે [એમ કરવાથી] તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે, અને યહોવા તને તેનું ફળ આપશે.


હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંત:કરણને પારખું છું કે, હું દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું.


શું ગુપ્તસ્થાનોમાં કોઈ પોતાને એવી રીતે સંતાડી શકે છે કે, હું તેને નહિ જોઉં? એવું યહોવા કહે છે. શું હું આકાશમાં તથા પૃથ્વીમાં વ્યાપક નથી? એવું યહોવા કહે છે.


અને હું તમને ખચીત કહું છું કે શિષ્ય તરીકે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપે, તે તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહિ.”


એ માટે કે માણસોને નહિ, પણ તારા પિતા જે ગુપ્તમાં છે તેમને તું ઉપવાસી દેખાય, ને ગુપ્તમાં જોનારા તારા પિતા તને બદલો આપશે.


પણ તું જ્યારે દાનધર્મ કરે, ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે.


પણ જ્યારે તું પ્રાર્થના કરે, ત્યારે તારી ઓરડીમાં પેસ, ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે.


તેથી તમે ધન્ય થશો; કેમ કે તમને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના પુનરુત્થાનમાં તમને બદલો આપવામાં આવશે.”


કેમ કે પ્રગટ નહિ કરાશે, એવું કંઈ છાનું નથી, અને જણાશે નહિ, તથા ઉઘાડું થશે નહિ, એવું કંઈ ગુપ્ત પણ નથી.


માટે તમે સમયની અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ નિર્ણય ન કરો. કેમ કે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે, અને હ્રદયોની ધારણાઓ પણ પ્રગટ કરશે. અને તે સમયે દરેકનાં વખાણ ઈશ્વર તરફથી થશે.


તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડાં છે.


હવે જે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદસહિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે,


મરકીથી હું તેના છોકરાંનો સંહાર કરીશ; અને સર્વ મંડળીઓ જાણશે કે મન તથા અંત:કરણનો પારખનાર હું છું; અને તમો દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.


આથી ઇઝરાયલનો ઇશ્વર યહોવા કહે છે, તારું કુળ તથા તારા પિતાનું કુળ મારી સમક્ષ સદા ચાલશે, એમ મેં કહેલું તે ખરું; પણ હવે યહોવા કહે છે કે, એ મારાથી દૂર રહો; કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે.


Lean sinn:

Sanasan


Sanasan