Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 6:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ, કેમ કે તે એક ૫ર દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે, ઈશ્વરની તથા દ્રવ્યની સેવા તમારાથી થઈ શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 કોઈપણ વ્યક્તિ બે શેઠની નોકરી કરી શકે નહિ. એકના પર તે પ્રેમ કરશે ને બીજાને ધિક્કારશે. એકને તે વફાદાર રહેશે ને બીજાને વફાદાર નહીં રહે. એ જ પ્રમાણે ઈશ્વર અને પૈસાની પૂજા તમારાથી કરી શકાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “કોઈપણ વ્યક્તિ એક સાથે બે ઘણીની સેવા કરી શકે નહિ. તે એકને પ્રેમ કરે તો બીજાને તિરસ્કાર કરે અથવા એક ઘણીને સમર્પિત બનશે અને બીજાને અનુસરવાની ના પાડશે. તમે એક સાથે ધન અને દેવની સેવા કરી શકો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 6:24
20 Iomraidhean Croise  

અને તેઓ પોતાનાં ઢોર યૂસફ પાસે લાવ્યા; અને યૂસફે ઘોડા તથા બકરાં તથા ઢોર તથા ગધેડાંના બદલામાં તેઓને અનાજ આપ્યું. તેણે તેઓનાં સર્વ જાનવરોના બદલામાં તે વર્ષે તેઓનું ગુજરાન ચલાવ્યું.


અને એલિયાએ સર્વ લોકની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવા ઈશ્વર હોય; તો તેમને અનુસરો; પણ જો બાલ [દેવ હોય] , તો તેને અનુસરો.”અને લોકો ઉત્તરમાં એક પણ શબ્દ બોલ્યા નહિ.


એવી રીતે તે પ્રજાઓ યહોવાનો ડર રાખતી હતી, ને પોતાની કોતરેલી મૂર્તિઓની સેવા કરતી હતી, તેમનાં છોકરાં, તથા તેમનાં છોકરાંના છોકરાં પણ, જેમ, તેઓના પિતૃઓ કરતા હતા તેમ, આજ દિવસ સુધી કરે છે.


હે ઇઝરાયલ લોકો, તમારા વિષે તો પ્રભુ યહોવા કહે છે કે, જાઓ, તમે સર્વ પોતપોતાની મૂર્તિઓની સેવા કરો, ને જો તમે મારું સાંભળવાને ઇચ્છતા ન હો તો હવે પછી પણ એમ જ કર્યા કરજો; પણ હવે પછી કદી તમે પોતાનાં અર્પણોથી તથા પોતાની મૂર્તિઓથી મારા પવિત્ર નામને લાંછન લગાડશો નહિ.


અને ઘરની આગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરનારાઓને; અને યહોવાની આગળ સોગંદ ખાનારા છતાં માલ્કામને [નામે] પણ સોગંદ ખાય છે તેવા ભક્તોને;


ત્યારે ઈસુ તેને કહે છે, “અરે શેતાન, આઘો જા; કેમ કે લખેલું છે કે, પ્રભુ તારા પરમેશ્વરનું ભજન કર ને તેમની એકલાની જ સેવા કર.”


માટે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન હો, તો ખરું [દ્રવ્ય] તમને કોણ સોંપશે?


કોઈ ચાકર બે ધણીઓની ચાકરી કરી શકતો નથી. કેમ કે તે એકનો દ્વેષ કરશે, અને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, અને બીજાને તુચ્છ ગણશે. ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી તમે કરી નથી શકતા.”


હું તમને કહું છું કે અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને માટે મિત્ર કરી લો; કે જ્યારે તે થઈ રહે, ત્યારે તેઓ સદાકાળનાં માંડવાઓમાં તમારો આવકાર કરે.


તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાને યત્ન કરું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને રાજી કરતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી.


આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે, તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે.


કેમ કે દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજીને થેસ્સાલોનિકામાં જતો રહ્યો છે. ક્રેસ્કેન્સ ગલાતીઆ ગયો, અને તિતસ દલ્માતીઆ ગયો.


ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી કે, જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે.


અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું લાગતુમ હોય, તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો; એટલે નદીની પેલી બાજુ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની? પણ હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.”


ત્યારે શમુએલે ઇઝરાયલના આખા ઘરને કહ્યું, “જો તમે તમારા પૂરા અંત:કરણથી યહોવા તરફ ફરતા હો, તો તમારામાંથી અન્ય દેવો તથા આશ્તારોથને કાઢી નાખો, ને તમારાં મન યહોવા તરફ વાળો, ને ફક્ત તેમની ઉપાસના કરો; એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે.”


Lean sinn:

Sanasan


Sanasan