Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 6:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પૃથ્વી પર પોતાને માટે દ્રવ્ય એકત્ર ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 આ પૃથ્વી પર તમે ધન એકઠું ન કરો; જ્યાં કીડા અને કાટ તેનો નાશ કરે છે, અને લૂંટારાઓ લૂંટી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “તમારા માટે અહી પૃથ્વી ખજાનાનો સંગ્રહ ન કરો કારણ કે પૃથ્વી પર કીડા તથા કાટ ખજાનાનો નાશ કરે છે. ચોર ખાતર પાડીને ચોરી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 6:19
23 Iomraidhean Croise  

અંધારામાં તેઓ ઘરોમાં ખાતર પાડે છે; ‍ અને દિવસે બારણાં બંધ કરીને ઘરમાં ભરાઈ રહે છે. અને અજવાળું જોવા માગતા નથી.


જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય, અને જો ચોખ્ખા સોનાને મેં મારો આધાર માન્યો હોય;


નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે; નિશ્ચે તે મિથ્યા ગભરાય છે; તે સંગ્રહ કરે છે, અને તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


જુલમ પર ભરોસો રાખો નહિ, અને લૂંટમાં અભિમાન કરો નહિ; જો ધન વધે, તો તે પર મન લગાડો નહિ.


જો કોઈ ચોર ખાતર પાડતાં પકડાઈ જઈને એવો માર ખાય કે તે મરી જાય, તો તે ખૂન કર્યું ગણાય નહિ.


કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી; પણ નેકી મોતથી ઉગારે છે.


સોના કરતાં જ્ઞાન મેળવવું એ કેટલું ઉત્તમ છે! અને રૂપા કરતાં બુદ્ધિ પસંદ કરવા યોગ્ય છે.


કેમ કે જે માણસ પર [ઈશ્વર] પ્રસન્ન છે તેને [તે] બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે; પણ પાપીને તે [ફોકટ] પરિશ્રમ આપે છે, જેથી ઈશ્વરને રાજી કરનારને આપવા માટે તેઓ ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


યહોવાના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ, પણ યહોવાના [ક્રોધના] આવેશના અગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે. કેમ કે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો અંત, હા, ભયંકર અંત લાવશે.”


ઈસુએ તેને કહ્યું, “જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે. અને આવીને મારી પાછળ ચાલ.”


પણ તમે પોતાને માટે આકાશમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી.


જે પોતાને માટે દ્રવ્યનો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.”


તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખૂટ દ્રવ્ય, પોતાને માટે મેળવો; ત્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી.


પણ આટલું સમજો કે ઘરધણી જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહીને પોતાના ઘરમાં ખાતર પડવા ન દેત.


એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખીને, તે દરિદ્રીઓને આપી દે, અને આકાશમાં તને દ્રવ્ય મળશે. અને પછી મારી પાછળ ચાલ.”


ઈસુએ તેના પર જોઈને કહ્યું, “જેઓની પાસે સંપત્તિ છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું, કેવું અઘરું છે!


આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે, તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે.


તમારો સ્વભાવ નિર્લોભી થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેમણે કહ્યું છે. “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan