Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 5:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 જ્યાં સુધી તું તારા વાદીની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. રખેને વાદી તને ન્યાયાધીશને સોંપે, ને ન્યાયાધીશ તને સિપાઈને સોંપે, ને તું કેદખાનામાં નંખાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 જો કોઈ માણસ તારી વિરુદ્ધ ફરિયાદ કરે અને તને કોર્ટમાં ઘસડી જાય, તો કોર્ટમાં હાજર થવાનું થાય ત્યાં સુધીમાં તેની સાથે સમાધાન કરી લે. કારણ, એકવાર ત્યાં ગયા પછી તે તને ન્યાયાધીશને સોંપી દેશે. ન્યાયાધીશ તને પોલીસને સોંપી દેશે અને પોલીસ તને જેલમાં ધકેલી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે ત્વરિત સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે અને તને જેલમાં પૂરવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 5:25
19 Iomraidhean Croise  

હવે તેમની ઓળખાણ કર, અને શાંતિમાં રહે; તેથી તારું ભલું થશે.


તે માટે તમે મળો એવે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે; સાચે જ ઘણાં પાણીની રેલ ચઢે ત્યારે તે તેને પહોંચશે નહિ.


દાવામાં જલદી ઊતરી ન પડ, રખેને આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે, ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ.


અને પિતર દૂર રહીને તેમની પાછળ પાછળ પ્રમુખ યાજકની કચેરી સુધી આવ્યો, ને અંદર જઈને પરિણામ જોવાને ભાલદારોની પાસે બેઠો.


તે શહેરમાં એક વિધવા હતી. તે વારંવાર તેની પાસે આવીને કહેતી કે, મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવો.’


કેમ કે તે કહે છે, “મેં માન્યકાળે તારું સાંભળ્યું, અને તારણને દિવસે મેં તને સહાય કરી: જુઓ, હમણાં જ માન્યકાળ છે. જુઓ, હમણાં જ તારણનો દિવસ છે.”


કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઇચ્છતો હતો ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો, તોપણ તેનો સ્વીકાર થયો નહિ, કેમ કે પસ્તાવો કરવાનો પ્રસંગ તેને મળ્યો નહિ.


પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે, પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ [હ્રદયનો] ન થાય.


એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, “જો તમે આજ ઈશ્વરની વાણી સાંભળો,


Lean sinn:

Sanasan


Sanasan