Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 4:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તેમને કહે છે, “જો તું પગે પડીને મારું ભજન કરે, તો આ બધાં હું તને આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પછી શેતાને કહ્યું, જો તું પગે પડીને મારું ભજન કરે, તો આ બધું હું તને આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને તેમને કહ્યું કે, “જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેણે કહ્યુ, “જો તું પગે પડીને મારું ભજન કરીશ, તો હું આ બધી જ વસ્તુઓ તને આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 4:9
21 Iomraidhean Croise  

સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; અને સર્વ વિદેશીઓ તેમની સેવા કરશે.


મારા વડે રાજાઓ રાજ કરે છે, અને હાકેમો ન્યાય ચૂકવે છે.


તને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવશે, ને તારો વાસ વનચર પશુઓ સાથે થશે; તને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે, ને તારે માથે સાત કાળ વીતશે; અને તું જાણશે કે પરાત્પર ઈશ્વર મનુષ્યોના રાજ્ય પર અધિકાર ચલાવે છે, ને જેને ચાહે તેને તે આપે છે ત્યાં સુધી [તને એ પ્રમાણે વીતશે.] ”


કહ્યું, “હું ઈસુને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” અને તેઓએ તેને ત્રીસ રૂપિયા તોળી આપ્યા.


ત્યારે ઈસુ તેને કહે છે, “અરે શેતાન, આઘો જા; કેમ કે લખેલું છે કે, પ્રભુ તારા પરમેશ્વરનું ભજન કર ને તેમની એકલાની જ સેવા કર.”


હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે.


પિતાએ બધો અધિકાર મારા હાથમાં સોંપ્યો છે, અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું, અને ઈશ્વરની પાસે જાઉં છું, એ જાણીને


હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહિ કેમ કે આ જગતનો અધિકારી આવે છે, અને મારામાં તેનું કંઈ નથી.


ન્યાય ચૂકવવા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય‍ ચૂકવવામાં આવ્‍યો છે.


તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય [તેઓ પર] ન થાય.


નવો શિખાઉ નહિ જોઈએ, રખેને તે ગર્વિષ્ઠ થઈને શેતાનના જેવી શિક્ષામાં આવી પડે.


ત્યારે તેનું વંદન કરવાને હું તેને પગે પડયો. પણ તેણે મને કહ્યું, “જોજે, એવું ન કરતો; હું તો તારો તથા ઈસુની સાક્ષીને વળગી રહેનારા તારા ભાઈઓનો સાથીદાર છું. ઈશ્વરની આરાધના કર; કેમ કે ઈસુ વિષેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે.”


તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર “રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan