Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 4:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને રાનમાં લઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ત્યાર પછી ઈસુ પવિત્ર આત્મા દ્વારા વેરાન દેશમાં જવા પ્રેરાયા; જેથી શેતાન તેમનું પ્રલોભન કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થાય તે માટે આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 4:1
18 Iomraidhean Croise  

અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”


અને હું તમારી પાસેથી જઈશ કે, તરત એમ બનશે કે યહોવાનો આત્મા હું ન જાણું ત્યાં તમને લઈ જશે. અને હું જઈને આહાબને ખબર આપું, ને તમે તેને ન મળો, તો તે મને મારી નાખે; પણ હું તમારો સેવક મારા નાનપણથી યહોવાથી બીતો આવ્યો છું.


તેઓએ તેને કહ્યું, “હવે જુઓ, તમારા દાસોની સાથે પચાસ મજબૂત માણસો છે. કૃપા કરીને તેઓને જઈને તમારા ગુરુની શોધ કરવા દો, કદાચ યહોવાના આત્માએ એલિયાને ઉઠાવીને કોઈ પર્વત પર કે કોઈ ખીણમાં નાખ્યા હોય.” તેણે કહ્યું, “તમે [કોઈને] મોકલશો નહિ.”


વળી આત્મા મને ઊંચકીને યહોવાના મંદિરના પૂર્વ તરફના દરવાજા આગળ લાવ્યો. અને જુઓ, તે દરવાજાના બારણા આગળ પચીસ માણસો હતા. મેં તેઓમાં લોકોના સરદાર આઝઝુરના દીકરા યાઝનિયા તથા બનાયાના દીકરા પલાટ્યાને જોયા.


પછી ઈશ્વરનો આત્મા મને ઊંચકીને સંદર્શનમાં ખાલદી દેશમાં બંદીવાનોની પાસે લાવ્યો. પછી જે સંદર્શન મને થયું હતું તે મારી પાસેથી લોપ થયું.


પછી આત્માએ મને ઊંચકી લીધો, ને મેં મારી પાછળ યહોવાના સ્થાનમાંથી ‘તમના ગૌરવને ધન્ય હો.’ એવો મોટા ગડગડાટનો અવાજ સાંભળ્યો.


એમ આત્મા મને ઊંચો ચઢાવીને લઈ ગયો; અને હું દુ:ખી થઈને તથા મનમાં તપી જઈને ગયો, ને યહોવાનો હાથ મારા પર સબળ હતો.


ઈશ્વરના સંદર્શનોમાં તે મને ઇઝરાયલના દેશમાં લાવ્યા, ને એક બહું ઊંચો પર્વત કે જેના પર દક્ષિણે એક નગર જેવું એક મકાન હતું; તેના પર તેમણે મને બેસાડ્યો.


પછી આત્મા મને ઊંચકીને અંદરના ચોકમાં લાવ્યો; અને જુઓ, યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું.


તેણે હાથના આકાર જેવું લંબાવીને મારા માથાના વાળની લટ પકડીને, અને ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઊંચકી લીધો, ને તે મને ઈશ્વરે આપેલા સંદર્શનોમાં યરુશાલેમમાં ઉત્તર બાજુના અંદરના ચોક ના દરવાજાના બારણા પાસે લાવ્યો કે, જ્યાં આગળ ઈશ્વરને કોપાયમાન કરે એવી મૂર્તિનું સ્થાન હતું.


હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહિ કેમ કે આ જગતનો અધિકારી આવે છે, અને મારામાં તેનું કંઈ નથી.


તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અને ખોજાએ ફરી તેને જોયો નહિ. પરંતુ તે આનંદ કરતો કરતો પોતાને માર્ગે ચાલ્યો ગયો.


કેમ કે જેટલા ઈશ્વરના આત્માથી દોરાય છે, તેટલા ઈશ્વરના દીકરા છે.


કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે દુ:ખ સહન કર્યાં, તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને શક્તિમાન છે.


પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે.


Lean sinn:

Sanasan


Sanasan