Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 3:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પસ્તાવાને માટે હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, ને હું તેમનાં ચંપલ ઊંચકવા યોગ્ય નથી, તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તમે પાપથી પાછા ફર્યા છો માટે હું તમારું બાપ્તિસ્મા પાણીથી કરું છું, પણ મારા પછી આવનાર તમને પવિત્ર આત્માથી અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે. મારા કરતાં તો તે ઘણા મહાન છે. હું તો તેમનાં ચંપલ ઊંચકવાને પણ યોગ્ય નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 માટે પસ્તાવાને સારુ હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સામર્થ્યવાન છે, હું તેમના ચંપલ ઊંચકવાને યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી તથા અગ્નિથી કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે, તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી. તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 3:11
29 Iomraidhean Croise  

જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે, અને યરુશાલેમનું રકત ન્યાયના તથા દહનના આત્માથકી તેનામાંથી શુદ્ધ કરી નાખશે [ત્યારે એમ થશે].


કેમ કે હું તરસ્યા પર પાણી રેડીશ તથા સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ; હું તારા સંતાન ઉપર મારો આત્મા, તથા તારા ફરજંદ પર મારો આશીર્વાદ રેડીશ;


અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે, ને હું તેમનું સાંભળીશ. હું કહીશ કે, તે મારા લોકો છે. અને તેઓ [માંનો દરેક] કહેશે, ‘યહોવા મારા ઈશ્વર છે.‘‘‘


અને પોતાનાં પાપ કબૂલ કરીને તેઓ યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.


એ પ્રમાણે યોહાન અરણ્યમાં બાપ્તિસ્મા આપતો, અને પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો હતો.


તે એલિયાના આત્માએ તથા પરાક્રમે પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન છોકરાં તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે [ચાલવાને] ફેરવે, અને પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.”


ત્યારે યોહાને સર્વને કહ્યું, “હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું; પણ મારા કરતાં જે બળવાન છે તે આવનાર છે, તેના ચંપલની વાધરી છોડવા પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે.


તે યર્દનની આસપાસના આખા પ્રદેશમાં પાપની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કરતો આવ્યો.


યોહાન તેમના વિષે સાક્ષી આપે છે અને પોકારીને કહે છે, “જેમના વિષે મેં કહ્યું છે કે, મારી પાછળ જે આવે છે તે મારી આગળ થયા છે, કેમ કે તે મારી અગાઉ હતા, તે એ જ છે.


જેના વિષે મેં કહ્યું કે, મારી પાછળ એવા એક પુરુષ આવે છે કે જે મારી આગળ થયા છે; કેમ કે તે મારી અગાઉ હતા, તે એ જ છે.


કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”


ત્યારે પાઉલે કહ્યું, યોહાને પશ્ચાત્તાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો, ”


તેઓ માર્ગે ચાલતાં એક જળાશય પાસે આવી પહોંચ્યા, ત્યારે ખોજાએ કહ્યું, “જો, [અહીં] પાણી છે. મારે બાપ્તિસ્મા પામવાને શો વાંધો છે?”


પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો, અને ફિલિપ તથા ખોજો બન્‍ને પાણીમાં ઊતર્યા, અને તેણે તેને બાપ્તિસ્મા આપ્યું.


કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા; અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે.


હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું,


ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણામાંનાં કૃત્યોથી નહિ, પણ તેમની દયાથી, નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી [થયેલા] નવીનીકરણથી તેમણે આપણને તાર્યા.


એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. અને તમે બધા એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો. કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan