Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 27:51 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

51 ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, ને ધરતી કાંપી, ને ખડકો ફાટી ગયા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

51 ત્યાર પછી મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો. ધરતીકંપ થયો, ખડકો ફાટી ગયા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

51 ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, અને ખડકો ફાટ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

51 જ્યારે ઈસુ મરણ પામ્યો, ત્યારે મંદિરનો પડદો ઉપરથી નીચે બે ભાગમાં ફાટી ગયો. પડદો ટોચ પરથી શરૂ થઈ અને તે નીચે સુધી ફાટી ગયો અને ધરતી પણ કાંપી અને ખડકો ફાટી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 27:51
26 Iomraidhean Croise  

તેણે નીલા, જાબુંડા, કિરમજી તથા ઝીણા શણનો પડદો બનાવ્યો, ને તેના ઉપર તેણે કરુબો પાડ્યા.


ત્યારે, હે યહોવા, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસના ઝપાટાથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં, અને જગતના પાયા ઉઘાડા થયા.


ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી, વળી પર્વતોના પાયા ખસી ગયા. તથા હાલ્યા, કેમ કે ઈશ્વર કોપાયમાન હતા.


અને મૂસા કોશને મંડપમાં લાવ્યો, ને અંતરપટ લટકાવીને કરારકોશને ઓથો કર્યો; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


અને જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો, તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે તેનો આ પર્વત પર તે નાશ કરશે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે કે, તે પવિત્રસ્‍થાનમાં પડદાની અંદરની બાજુએ કોશ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે, રખેને તે માર્યો જાય; કેમ કે હું દયાસન પર મેધમાં દર્શન આપીશ.


પણ ફકત પડદાની પેલી પર તે ન જાય, ને વેદીની નજીક ન આવે, કેમ કે તેને ખોડ છે; રખેને તે મારા પવિત્રસ્થાનને વટાળે; કેમ કે તેઓને શુદ્ધ કરનાર યહોવા હું છું.”


પર્વતો તમને જોઈને ડરે છે. ત્યાં આગળ થઈને પાણીની રેલ ચાલે છે. ઊંડાણ પોતાનો અવાજ કાઢે છે, ને પોતાના હાથ ઊંચા કરે છે.


તમારા લોકોના ઉદ્ધારને માટે, તમારા અભિષિક્તના ઉદ્ધારને માટે તમે સવારી કરો છો. દુષ્ટના ઘરમાંથી તમે શિરને કાપી નાખો છો, ને ગરદન સુધી તેના પાયા ઊઘાડા કરી નાખો છો. (સેલાહ)


અને છાવણી ઊપડતી વખતે હારુન તથા તેના દિકરા અંદર જઈને ઓથાનો પડદો ઉતારે, ને તેને કરારકોશ ઉપર ઓઢાડે.


ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો.”


અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઊતર્યો, ને ત્યાં આવીને કબરનાં મોં પરથી પથ્‍થરને ગબડાવીને તેના પર બેઠો.


[તે જ વખતે] મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા.


વળી મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો.


જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “ખરેખર આ તો ન્યાયી માણસ હતા.”


તે આશા આપણા આત્માને માટે લંગર સરખી, સ્થિર તથા અચળ, અને પદડા પાછળના સ્થાનમાં પેસનારી છે.


અને બીજા પડદાની પાછળ બીજો ભાગ હતો, તેને પરમપવિત્રસ્થાન [કહેતા હતા] ;


તે સમયે મોટો ધરતીકંપ થયો, જેથી તે નગરનો દસમો ભાગ જમીનદોસ્ત થયો. એ ધરતીકંપથી સાત હજાર માણસો માર્યા ગયાં. અને જે બાકી રહ્યાં હતાં તેઓ ભયભીત થયાં, ને તેઓએ આકાશના ઈશ્વરની સ્તુતિ કરી.”


[ત્યાર પછી] આકાશમાંનું ઈશ્વરનું મંદિર ઉઘાડવામાં આવ્યું, અને તેમના મંદિરમાં તેમના કરારનો કોશ જોવામાં આવ્યો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ઘરતીકંપ થયાં તથા પુષ્કળ કરા પડયા.


Lean sinn:

Sanasan


Sanasan