Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 27:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેને ચાહતો હોય તો હમણાં તે તેનો છૂટકો કરે; કેમ કે તેણે કહ્યું હતું કે હું ઈશ્વરનો દીકરો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 તે ઈશ્વર પર ભરોસો રાખે છે અને પોતે ઈશ્વરપુત્ર હોવાનો દાવો કરે છે. તો હવે ઈશ્વર તેને બચાવે છે કે નહિ તે જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમ કે તેણે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરનો દીકરો છું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 તેણે દેવમાં વિશ્વાસ મૂક્યો છે. દેવ તેને ખરેખર ઈચ્છતો હોય તો દેવને તેનો છૂટકારો કરવા દો. તેણે તેની જાતે કહ્યું છે કે, ‘હું દેવનો દીકરો છું.’”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 27:43
17 Iomraidhean Croise  

તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો, પણ યહોવા તેનો આશ્રય છે.


“તું પોતાને યહોવાના હાથમાં સોંપ; તે તને છોડાવે; તે તારા પર રાજી છે, માટે તે તને બચાવે.”


મારા જીવ વિષે ઘણા કહે છે, “તેને ઈશ્વર તારશે નહિ.” (સેલાહ)


“તારો ઈશ્વર ક્યાં છે?” એમ દરરોજ મને કહીને મારા શત્રુઓ જાણે કે મારાં હાડકાં કચરી નાખતા હોય તેમ મને મહેણાં મારે છે.


તેઓ કહે છે, “ઈશ્વરે તેને તજી દીધો છે; આપણે તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે એને છોડાવનાર કોઈ નથી.”


વળી યહોવા આપણને જરૂર છોડાવશે, ને આ નગર આશૂર રાજાના હાથમાં જશે નહિ, એમ કહીને હિઝકિયા તમારી પાસે યહોવા પર ભરોસો કરાવે નહિ.


ખબરદાર! રખેને યહોવા આપણને છોડાવશે, એમ કહીને હિઝકિયા તમને સમજાવે. શું વિદેશીઓના કોઈ પણ દેવે પોતાના દેશને આશૂર રાજાના હાથમાંથી છોડાવ્યો છે?


“જે દેવ પર તું ભરોસો રાખે છે, તે એવું કહીને તમને ન છેતરે કે, ‘યરુશાલેમ આશૂરના રાજાના હાથમાં નહિ પડશે.’


કહ્યું, “અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો હોય તો વધસ્તંભ પરથી ઊતરી આવ.”


ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો.”


લોકો જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતા હતા, “તેણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, [એટલે] તેમનો પસંદ કરેલો હોય, તો તે પોતાને બચાવે.”


અને કહ્યું, “જો તું યહૂદીઓનો રાજા છે, તો તું પોતાને બચાવ.”


હું તથા પિતા એક છીએ.”


તો જેને પિતાએ અભિષિક્ત કરીને જગતમાં મોકલ્યો, તેણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેને એમ કહો છો કે તું ઈશ્વરનિંદા કરે છે?


યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો, “અમારે નિયમશાસ્‍ત્ર છે, તે નિયમશાસ્‍ત્ર પ્રમાણે એણે મરણદંડ ભોગવવો જોઈએ. કેમ કે એણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan