Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 27:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધ યોજના કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 વહેલી સવારમાં મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ ઈસુને મોતની સજા થાય તેવી યોજના ઘડી કાઢી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 બીજા દિવસની વહેલી સવારે, બધા મુખ્ય યાજકો અને લોકોના વડીલો ભેગા થયા અને ઈસુને મારી નાખવાની યોજના કરી.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 27:1
16 Iomraidhean Croise  

યહોવા તથા તેના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્‍જ થાય છે, અને હાકેમો અંદરોઅંદર મસલત કરે છે:


કેમ કે મેં ઘણાને મુખે [મારી] બદનક્ષી સાંભળી છે, ચારે તરફ ધાસ્તી છે; તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ મસલત કરે છે, અને મારો જીવ લેવાની યુક્તિ રચે છે.


કેમ કે મારા શત્રુઓ મારા વિષે વાત કરે છે; જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે.


જેઓ પોતાનાં બિછાનામાં [સૂતા સૂતા] અન્યાયની યોજના કરે છે તથા દુષ્ટતા [નો વિચાર] કરે છે તેઓને અફસોસ! સવારનો પ્રકાશ થતાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તે કરવું તેમના હાથમાં છે.


અને, ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. [


સવાર થઈ કે તરત મુખ્ય યાજકોએ વડીલો, શાસ્‍ત્રીઓ તથા આખી ન્યાયસભા સાથે મળીને યોજના કરી, ને ઈસુને બાંધીને, લઈ ગયા, ને પિલાતના હાથમાં સોંપી દીધા.


હવે તે જ સમયે ત્યાં કેટલાક હાજર હતા કે જેઓએ પિલાતે જે ગાલીલીઓનું લોહી તેઓના યજ્ઞો સાથે ભેળવી દીધું હતું. તેઓ વિષે તેમને કહી જણાવ્યું.


દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ સાથે, ભેગી થઈ, તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું,


ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જાય છે. તે વખતે વહેલી સવાર હતી. તેઓ અશુદ્ધ ન થાય, અને પાસ્ખા ખાઈ શકે, માટે તેઓ પોતે દરબારમાં ગયા નહિ.


એ સાંભળીને તેઓએ પ્રભાતે મંદિરમાં જઈને બોધ કર્યો, પણ પ્રમુખ યાજકે તથા તેના સાથીઓએ આવીને સભાને બોલાવી તથા ઇઝરાયલી લોકોના વડીલોને એકત્ર કર્યા, અને તેઓને ત્યાં લઈ આવવાને બંદીખાનામાં [માણસ] મોકલ્યા.


ગાઝીઓને ખબર મળી કે, સામસૂન અહીં આવ્યો છે. તેઓએ તેને ઘેરી લીધો, ને સવારે દિવસ ઊગતાં આપણે તેને મારી નાખીશું એમ વિચાર કરીને તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા ને આખી રાત ગુપચુપ બેસી રહ્યા.


અને દાઉદ પર ચોકી રાખીને સવારે તેને મારી નાખવા માટે શાઉલે તેને ઘેર માણસ મોકલ્યા. અને દાઉદની સ્‍ત્રી મિખાલે તેને ખબર આપી, “જો તું આજે રાત્રે મિખાલે તેને ખબર આપી, “જો તું આજે રાતે તારો જીવ નહિ બચાવે તો કાલે તું માર્યો જશે.”


Lean sinn:

Sanasan


Sanasan