Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 26:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ તેઓએ કહ્યું, “પર્વમાં નહિ, રખેને લોકોમાં ગડબડ થાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પણ તેમણે કહ્યું, પર્વના સમયે આપણે એ કરવું નથી, કદાચ લોકો દંગલ મચાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પણ તેઓએ કહ્યું કે, “પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 સભામાંના માણસોએ કહ્યું, “આપણે પાસ્ખાપર્વ દરમ્યાન ઈસુને પકડી શકીએ નહિ, આપણા લોકો ગુસ્સે થાય અને ગરબડનું કારણ ઊભું થાય તેમ ઈચ્છતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 26:5
17 Iomraidhean Croise  

ખચીત માણસનો કોપ તમારું સ્તવન કરશે; બાકી રહેલો [તેનો] કોપ તમે તમારી કમરે બાંધશો.


માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે; પણ યહોવાનો મનસૂબો જ કાયમ રહેશે.


યહોવાની વિરુદ્ધ ચાલે એવું કોઈ પણ જ્ઞાન, બુદ્ધિ કે મસલત નથી.


આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દઢ રહેશે, ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ.


યહોવાની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?


અને તે તેને મારી નાખવા ઇચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક માનતા હતા.


અને જો આપણે કહીએ કે માણસોથી, તો લોકોથી આપણે બીહીએ છીએ, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.”


અને પિલાતે જોયું કે મારું કંઈ જ‍ ચાલતું નથી, પણ ઊલટી વિશેષ ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના લોહી સંબંધી હું નિર્દોષ છું; તમે જાણો.”


બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે લોકો પાસ્ખાયજ્ઞ કરતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને પૂછે છે, “તમે પાસ્ખા ખાવ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્‍છા છે?”


કેમ કે તેઓએ કહ્યું, “પર્વમાં નહિ, રખેને લોકોનું હુલ્લડ થાય.”


ઈસુ તેઓને કહે છે, “તમે સહુ ઠોકર ખાશો, કેમ કે એવું લખેલું છે કે, ‘હું પાળકને મારીશ ને ઘેટાં વિખેરાઈ જશે.’


પણ જો ‘માણસોથી’ કહીએ; તો બધા લોક આપણને પથ્થરે મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.”


બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્‍ખા યજ્ઞ કરવો જોઈએ.


ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જાય છે. તે વખતે વહેલી સવાર હતી. તેઓ અશુદ્ધ ન થાય, અને પાસ્ખા ખાઈ શકે, માટે તેઓ પોતે દરબારમાં ગયા નહિ.


આખા શહેરમાં એ ગડબડાટ થઈ રહ્યો, ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા અરીસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથી હતા, તેઓને પકડીને બધા ભેગા થઈને અખાડામાં દોડી ગયા.


જે મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો [આગેવાન થઈને] તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી?”


જેથી તમારા હાથે તથા તમારી યોજના પ્રમાણે જે થવાનું આગળથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે.


Lean sinn:

Sanasan


Sanasan