Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 25:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે પોતાની કુપ્પીમાં તેલ લીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 જ્યારે સમજુ કન્યાઓએ પોતાના દીવાઓની સાથે પૂરતું તેલ કુપ્પીઓમાં લઈ લીધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 વિચારશીલ કુમારિકાઓ પાસે તેમની મશાલો સાથે બરણીમાં વધારાનું તેલ હતું.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 25:4
15 Iomraidhean Croise  

તમને ન્યાયીપણા પર પ્રેમ છે, અને દુષ્ટતા પર દ્વેષ છે; માટે ઈશ્વરે, તમારા ઈશ્વરે, તમારા સાથીઓ કરતાં [તમને શ્રેષ્ઠ ગણીને] આનંદના તેલથી તમને અભિષિક્ત કર્યા છે.


જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું. માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ.


અને તેઓમાંની પાંચ મૂર્ખ હતી ને પાંચ બુદ્ધિમાન હતી.


કેમ કે મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ.


અને વરને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને ઊંઘી ગઈ.


‘એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.


કેમ કે જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરનાં વચન બોલે છે; કેમ કે [ઈશ્વર] માપથી આત્મા નથી આપતા.


પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે [ખ્રિસ્ત] નો નથી.


તેમણે અમને મુદ્રાંકિત કર્યા છે, અને અમારાં હ્રદયોમાં [પવિત્ર] આત્માનું બાનું પણ આપ્યું છે.


જે પવિત્ર છે તેમનાથી તમે અભિષિક્ત થયા છો, અને તમે બધું જાણો છો.


વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી; પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ બાબતો વિષે શીખવે છે ને તે સત્ય છે, જૂઠા નથી; ને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનામાં રહો.


એઓ પક્ષ ઊભા કરનારા, અને વિષયી છે; એઓમાં [પવિત્ર] આત્મા નથી.


Lean sinn:

Sanasan


Sanasan