Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 24:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. પણ જોજો, ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહિ આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળશો. પણ તેથી ગભરાશો નહિ. આ બધું બનવાની જરૂર છે. પણ તેનો અર્થ એવો નથી કે અંત આવી ચૂક્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પણ તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભબિષ્યનો અંત હજી બાકી છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 24:6
32 Iomraidhean Croise  

તે માઠા સમાચારથી બીનાર નથી, તેનું હ્રદય યહોવા પર ભરોસો રાખીને સુદઢ રહે છે.


જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું [તેમના પર] ભરોસો રાખીશ, ને બીશ નહિ; કેમ કે યહોવા ઈશ્વર મારું સામર્થ્ય તથા મારું સ્તોત્ર છે; અને તે મારું તારણ થયા છે.”


તું તેને કહે, સાવધ રહે, ને શાંત થા; બીતો નહિ, ને આ ધુમાતાં ખોયણાંના બે છેડાથી, એટલે રસીન તથા અરામના ને રમાલ્યાના દીકરાના ભારે રોષથી તારું મન ભયભીત ન થાય.


હે યહોવાની તરવાર, તું ક્યાં સુધી શાંત નહિ થાય? તું તારા મિયાનમાં પેસ; આરામ લઈને છાની રહે.


હે મનુષ્યપુત્ર, તું ભવિષ્ય ભાખીને કહે કે, આમ્મોનીઓ વિષે તથા તેમણે મારલા મહેણા વિષે પ્રભુ હોવા આમ કહે છે. તું કહે કે, તરવાર, તરવાર ઘાત કરવાને તાણેલી છે, તે ખાઈ નાખે, તથા વીજળી જેવી થાય, માટે તેને ઓપ‍ ચઢાવેલો છે.


અને એ સાંભળીને હેરોદે રાજા ગભરાયો, ને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.


અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે.


તો ધર્મલેખો [માં જે લખેલું છે] કે એવું થવું જ જોઈએ, તે કેવી રીતે પૂરું થશે?”


તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો.


જ્યારે તમે લડાઈઓ તથા હુલ્લડોના સમાચાર સાંભળશો ત્યારે ગભરાશો નહિ; કેમ કે આ બધું પ્રથમ થવું જોઈએ. પણ એટલેથી જ અંત નથી.”


કેમ કે હું તમને કહું છું કે, ‘અપરાધીઓની સાથે તે ગણાયો, ’ એ જે લખેલું છે તે મારામાં હજી પૂરું થવું જોઈએ, કારણ કે મારા વિષેની વાતો સાચી પડી છે.”


તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.


હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો, અને બીવા પણ ન દો.


પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવ્યો હોય, [એમ સમજીને] તમે કોઈ આત્મા, વચનથી કે, [જાણે] અમારા તરફથી [આવેલા] પત્રથી સહેજે તમારાં મનને ચલિત થવા ન દો, અને ગભરાઓ નહિ.


ત્યારે બીજો લાલ ઘોડો નીકળ્યો, અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની [સત્તા] આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તરવાર આપવામાં આવી.


Lean sinn:

Sanasan


Sanasan