Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 24:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે, હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારે નામે આવશે, ને તેઓ ઘણાને ભુલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 કારણ, ’હું મસીહ છું,’ એમ કહેતા મારું નામ લઈને ઘણા આવશે અને ઘણાઓને ભમાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે અને કહેશે, ‘હું જ ખ્રિસ્ત છું.’ અને તેઓ ઘણા લોકોને છેતરશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 24:5
15 Iomraidhean Croise  

પછી યહોવાએ મને કહ્યું, “પ્રબોધકો મારે નામે અસત્ય પ્રબોધ કરે છે. મેં તેઓને મોકલ્યા નથી, ને તેઓને આજ્ઞા આપી નથી, ને હું તેઓની સાથે બોલ્યો નથી; તેઓ ખોટું સંદર્શન, શકુન, નિરર્થક વાત, તથા પોતાના હ્રદયનું કપટ તમને પ્રબોધ તરીકે કહે છે.


મેં આ પ્રબોધકોને મોકલ્યા નહોતા, તોપણ તેઓ દોડી ગયા; મેં તેઓની સાથે વાત કરી નહોતી, તોપણ તેઓએ પ્રબોધ કર્યો,


‘મને સ્વપ્ન આવ્યું છે, મને સ્વપ્ન આવ્યુમ છે, ’ એવો જે પ્રબોધકો મારે નામે ખોટો પ્રબોધ કરે છે, તેઓએ જે કહ્યું તે મેં સાંભળ્યું છે.


યહોવા કહે છે ‘ખાલદીઓ અમારી પાસેથી ખચીત પાછા જશે;’ એવું સમજીને તમે ભુલાવો ખાશો નહિ; કેમ કે તેઓ જવાના જ નથી.


અને જૂઠા પ્રબોધકો ઘણા ઊઠશે, ને ઘણાને ભુલાવશે,


કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊઠશે, ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી બતાવશે કે, જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવશે.


હું મારા પિતાને નામે આવ્યો છું, પણ તમે મારો અંગીકાર કરતા નથી! જો કોઈ બીજો પોતાને નામે આવશે, તો તેનો તમે આવકાર કરશો.


એ માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપમાં મરશો; કેમ કે હું [તે] છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપમાં મરશો.”


તે માટે ઈસુએ કહ્યું, “જયારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું [તે જ] છું, અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું એ વાતો કહું છું.


બાળકો, આ છેલ્‍લી ઘડી છે. ખ્રિસ્તવિરોધી આવનાર છે, એવું તમે સાંભળ્યું છે, તેમ હમણાં ખ્રિસ્તવિરોધીઓ ઘણા થયા છે, એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્‍લી ઘડી છે.


જે કોઈ ઈસુનો નકાર કરે છે, અને કહે છે, “તે ખ્રિસ્ત નથી, ” તેના જેવો જૂઠો બીજો કોણ? જે કોઈ પિતા તથા પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત વિરોધી છે.


જે દરેક આત્મા ઈસુને કબૂલ કરતો નથી તે ઈશ્વર પાસેથી નથી. અને ખ્રિસ્તવિરોધીના જે આત્મા વિષે તમે સાંભળ્યું કે તે આવે છે, તે એ જ છે. અને તે હમણાં પણ જગતમાં છે.


જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી., એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની આરાધના કરશે.


Lean sinn:

Sanasan


Sanasan