Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 24:49 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

49 અને બીજા ચાકરોને તે મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

49 અને તેથી તે તેના સાથી નોકરોને માર મારે અને દારૂડિયાઓની સાથે ખાયપીએ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

49 અને તે બીજા દાસોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

49 પછી તે પોતાના સાથીદાર સેવકોને મારપીટ કરશે. અને તે સેવક બીજા લોકો સાથે તેની જેમ ખાવા પીવા લાગશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 24:49
23 Iomraidhean Croise  

દ્રાક્ષારસ પીનારાઓની, તથા માંસના ખાઉધરાની સોબત ન કર.


[તેઓ કહે છે કે,] “આવો, હું દ્રાક્ષારસ લાવું, ને આપણે પુષ્કળ દારૂ પીએ; અને આવતી કાલનો દિવસ આજના જેવો થશે, બલકે તે કરતાં પણ બહુ જ આનંદનો થશે.”


યહોવાનાં વચન [સાંભળીને] ધ્રૂજનારા, તમે પ્રભુની વાત સાંભળો:“તમારા ભાઈઓ કે જે જે તમારો દ્વેષ કરે છે, ને મારા નામને લીધે તમને કાઢી મૂકે છે, તેઓએ કહ્યું છે કે, ‘યહોવા પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ.’ પણ તેઓ લજવાશે.


તમે મેદ ખાઓ છો, તમે ઊનના વસ્ત્ર પહેરો છો, તમે મતેંલાંને કાપો છો, પણ તમે ઘેટાંનું પોષણ કરતાં નથી.


જે પ્રબોધકો મારા લોકોને ખોટા માર્ગે ચઢાવે છે, જેઓને ખાવાનું મળે છે ત્યારે ‘શાંતિ થશે’ એમ કહે છે; અને જેઓ તેમને ખવડાવતા નથી તેમની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરે છે, તેઓ વિષે યહોવા કહે છે,


પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો, જે તેના સો દીનારનો દેવાદાર હતો, અને તેણે તેનું ગળું પકડીને કહ્યું, તારું દેવું વાળ.’


પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે, ‘મારા માલિકને આવતાં વાર છે, ’


તો જે દિવસે તે તેની વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવે વખતે તે ચાકરનો માલિક આવશે,


જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરુ [ના જેવા] છે, તેઓ સંબંધી સાવધાન રહો.


કહે છે, “દરેક માણસ પહેલા સારો દ્રાક્ષારસ મૂકે છે. અને માણસોએ સારીપેઠે પીધા પછી હલકો. ૫ણ તમે અત્યાર સુધી સારો દ્રાક્ષારસ રાખ્યો છે.”


કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે.


કેમ કે જો કોઈ તમને ગુલામ બનાવે, જો કોઈ તમારું [સર્વસ્વ] ખાઈ જાય, જો કોઈ તમને સપડાવે, જો કોઈ પોતાને મોટો મનાવે, જો કોઈ તમને મોં પર મારે, તો તમે તેનું સહન કરો છો.


વિનાશ તેઓનો અંત, ઉદર તેઓનો દેવ અને શરમમાં તેઓનું અભિમાન છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.


વળી તમને સોંપેલા [ટોળા] પર સ્વામી તરીકે નહિ, પણ તમે તે ટોળાને આદર્શરૂપ થાઓ.


તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તેઓ તમારાં પ્રેમભોજનમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે. તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં, તથા ઉખેડી નાંખવામાં આવેલાં વૃક્ષો છે.


તેને [એવું સામર્થ્ય] પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે, અને તેઓને જીતે. વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તને અધિકાર આપવામાં આવ્યો.


કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓ [એ માટે] લાયક છે.”


મેં તે સ્‍ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી જોઈ. હું તેને જોઈને અતિશય આશ્ચર્ય પામ્યો.


તો મારો જે યજ્ઞ ને મારું જે અર્પણ [મારા] રહેઠાણમાં [કરવાની] મેં આજ્ઞા કરી છે, તેને તમે કેમ લાત મારો છો; વળી મારા ઇઝરાયલ લોકનાં સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતાં તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે?


Lean sinn:

Sanasan


Sanasan