Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 24:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 પણ એ જાણો કે ચોર ક્યે પહોરે આવશે એ જો ઘરધણી જાણતો હોત, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દેત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 તમે એટલું સમજી લો કે, જો ઘરના માલિકને ખબર પડી જાય કે ચોર ક્યારે આવવાનો છે તો તે જાતો રહેશે અને ચોરને તેના ઘરમાં ચોરી કરવા દેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 યાદ રાખો કે, જો ઘરના ધણીએ જાણ્યું હોત કે ચોર ક્યા સમયે આવશે તો તે ઘણી સજાગ રહેત અને ચોરને ઘરમાં પ્રવેશ કરવા ન દેત.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 24:43
18 Iomraidhean Croise  

અંધારામાં તેઓ ઘરોમાં ખાતર પાડે છે; ‍ અને દિવસે બારણાં બંધ કરીને ઘરમાં ભરાઈ રહે છે. અને અજવાળું જોવા માગતા નથી.


કેમ કે ઘરધણી ઘેર નથી, તે લાંબી મુસાફરીએ ગયો છે;


અને રાતના ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતા શિષ્યોની પાસે આવ્યા.


ત્યારે તે લઈને તેઓએ ઘરધણીની વિરુદ્ધ કચકચ કરી,


માટે જાગતા રહો કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.


એ માટે તમે પણ તૈયાર રહો. કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે.


અને તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો, ને જેઓ તૈયાર હતી તેઓ તેની સાથે લગ્નજમણમાં ગઈ; અને બારણું બંધ કરવામાં આવ્યું.


માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.


માટે તમે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે ઘરનો ઘણી ક્યારે આવશે, સાંજે કે, મધરાતે કે, મરઘો બોલતી વખતે કે, સવારે!


અને પવન સામો હોવાને કારણે તેઓ હલેસાં મારતાં હેરાન થાય છે, એ જોઈને, આશરે રાતને ચોથે પહોરે તે સમુદ્ર પર‍ ચાલતા તેઓની પાસે આવે છે, ને જાણે તેઓથી આગળ જવાનું તેમણે કર્યું.


જો તે બીજે પહોરે આવે કે, ત્રીજે પહોરે આવે, અને તેઓને એમ [કરતાં] જુએ, તો તે દાસોને ધન્ય છે!


પણ આટલું સમજો કે ઘરધણી જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહીને પોતાના ઘરમાં ખાતર પડવા ન દેત.


પણ બધો વખત જાગતા રહો, અને વિનંતી કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”


(જુઓ, ચોરની જેમ હું આવું છું. જે જાગૃત રહે છે, અને પોતાનાં વસ્‍ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે, અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે!)


માટે તને જે મળ્યું, અને તેં જે સાંભળ્યું છે, તેને સંભાર; અને ધ્યાનમાં રાખ, ને પસ્તાવો કર. કેમ કે જો તું જાગૃત નહિ રહેશે તો હું ચોરની જેમ આવીશ, ને કઈ ઘડીએ હું તારા પર આવીશ એ તને માલૂમ પડશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan