Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 24:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 કારણ, પૃથ્વીના આરંભથી આજ દિન સુધીમાં કદી ન પડી હોય એવી ભયંકર એ વિપત્તિ હશે અને એવી વિપત્તિ ફરી કદી આવશે પણ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 એ દિવસોમાં એવી મોટી આપત્તિ આવશે કે સૃષ્ટિ રચી ત્યારથી અત્યાર સુધી કદી આવી નથી. અને ભવિષ્યમાં એવી આપત્તિ આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 24:21
20 Iomraidhean Croise  

વળી તારાં સર્વ તિરસ્કારપાત્ર કૃત્યોને લીધે હું તારી એવી દુર્દશા કરીશ કે જેવી મેં કદી કોઈની કરી નથી, ને ફરીથી કોઈની પણ કદી કરીશ નહિ.


તે સમયે મહાન સરદાર મિખાયેલ, જે તારા લોકોના પક્ષમાં ઊભો રહે છે, તે ખડો થશે; અને એવા સંકટનો સમય આવશે કે [પહેલવહેલી] પ્રજા ઉત્પન્‍ન થઈ ત્યારથી એ સમય સુધીમાં એવો કદી આવ્યો નહોતો. એ સમયે તારા લોકોમાંના જેઓ [નાં નામ] પુસ્તકમાં નોંધાયેલાં માલૂમ પડશે તે દરેકનો બચાવ થશે.


એ બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્ત [સરદાર] કાપી નંખાશે, ને તેનું કંઈ પણ રહેશે નહિ. પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે; અને તેનો અંત રેલથી આવશે, ને છેક અંત સુધી યુદ્ધ ચાલશે. [તેની] પાયમાલી નિર્માણ થયેલી છે.


હે વૃદ્ધ પુરુષો, આ સાંભળો, દેશના સર્વ રહેવાસીઓ, તમે કાન દો. આ તમારા વખતમાં બન્યું છે કે, તમારા પૂર્વજોના વખતમાં?


અંધકાર તથા ગમગીનીનો દિવસ, વાદળ તથા ઘાડા અંધકારનો દિવસ, પર્વતો પર દેખાતા ઝળઝળા જેવો [દિવસ તે થશે]. આગળ કદી થઈ નથી, ને હવે પછી ઘણી પેઢીઓ સુધી બીજી કોઈ થશે નહિ, એવી મોટી તથા બળવાન પ્રજા [આવશે].


કેમ કે, જુઓ, તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની જેમ બળે છે. અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખૂંપરારૂપ થશે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહિ.


પણ તમારું નાસવું ‍શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો.


અને તે દિવસોની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, ને આકાશથી તારા ખરશે, ને આકાશનાં પરાક્રમો હલાવાશે.


પણ પોતાના વિષે સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે, અને સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો. અને તમે મારે લીધે હાકેમો તથા રાજાઓની આગળ, તેઓને માટે સાક્ષી થવા માટે, ઊભા કરાશો.


તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે, અને વિદેશીઓના સમયો પૂરા નહિ થાય, ત્યાં સુધી યરુશાલેમ વિદેશીઓથી ખૂંદી નંખાશે.


વિદેશીઓને તારણ ન મળે માટે વાત કહેવાને તેઓ અમને મના કરે છે. તેથી તેઓ નિત્ય પોતાનાં પાપનો ઘડો ભરે છે. પણ તેઓ પર અત્યંત કોપ આવી ચૂક્યો છે.


અને વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થયાં. વળી મોટો ધરતીકંપ થયો, તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્‍ન થયા ત્યારથી એના જેવો કદી થયો નહોતો.


તેને મેં કહ્યું, “મારા મુરબ્બી, તમે જાણો છો.” તેણે મને કહ્યં, “જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાનાં વસ્‍ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં.


Lean sinn:

Sanasan


Sanasan