Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 24:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 એ માટે ઉજ્જડની અમંગળપણા [ની નિશાની] જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઊભેલી જુઓ (જે વાંચે તે સમજે),

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 સંદેશવાહક દાનિયેલે જે ઘૃણાસ્પદ વિનાશક વિષે જણાવ્યું છે તેને તમે પવિત્ર જગ્યાએ ઊભો રહેલો જોશો. [વાચકે તેનો અર્થ સમજી લેવો] .

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ (વાચક તેનો અર્થ સમજે),

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “જેના વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે કે, ‘એ ભયાનક વિનાશકારી વસ્તુને’ તમે પવિત્ર જગ્યામાં (મંદિર) ઊભેલી જુઓ.” (વાંચક તેનો અર્થ સમજી લે)

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 24:15
19 Iomraidhean Croise  

વળી યહોવા કહે છે, તમારા પર વિપત્તિ લાવવાનાં મારાં વચનો ખચીત કાયમ રહેશે, એ તમે જાણો માટે આ જગ્યાએ હું તમને શિક્ષા કરીશ, એનું આ ચિહ્ન તમારે માટે થશે:


તે માણસે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર તારી આંખોથી જો, ને તારા કાનોથી સાંભળ, ને જે હું તને બતાવું તે સર્વ પર તારું ચિત્ત લગાડ; કેમ કે હું તને તે બતાવું એ માટે હું તને અહીં લાવ્યો છું. જે તું જુએ છે તે બધું ઇઝરાયલ લોકોને કહી બતાવ.”


હવે એ [છોકરાઓ] માં યહૂદાના કુળના દાનિયેલ હનાન્યા, મિશાએલ તથા અઝાર્યા હતા.


તેની તરફથી લશ્કરો ઊભાં થશે, ને તેઓ પવિત્રસ્થાનને, એટલે કિલ્લાને વટાળશે, ને નિત્યનું [દહનીયાર્પણ] લઈ લેશે, ને તેઓ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તું ત્યાં ઊભી કરશે.


નિત્યનું દહનીયાર્પણ બંધ કરવામાં આવશે, ને [તેની જગાએ] વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં રાખવામાં આવશે તે વખતથી એક હજાર બસો નેવું દિવસ થશે.


તેં વિનંતી કરવા માંડી તે વખતે પ્રભુની આજ્ઞા થઈ તેથી તને માહિતી આપવા માટે હું આવ્યો છું; કેમ કે તું અતિ પ્રિય છે; માટે તું આ વાતનો વિચાર કર, ને સંદર્શન સમજ.


એ માટે જાણ તથા સમજ કે, યરુશાલેમની મરામત કરવાનો તથા તેને [ફરી] બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયાં વીતશે. અને બાસઠ અઠવાડિયામાં, શેરીઓ તથા ખાઈસહિત, અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે.


તે ઘણાઓની સાથે એક અઠવાડિયા સુધીનો પાકો કરાર કરશે; અને એ અઠવાડિયાની અધવચમાં તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. પછી ધિક્કારપાત્ર વસ્તુઓની પાંખ પર વેરાન કરનાર [આવશે] ; અને જે નિર્માણ થયેલું છે તે પૂરું થતાં સુધી વેરાન કરનાર પર [ક્રોધ] રેડવામાં આવશે.”


ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય.


પણ જ્યારે તમે ઉજ્જડના અમંગળપણા [ની નિશાની] જ્યાં ઘટારત નથી ત્યાં ઊભી રહેલી જોશો (જે વાંચે છે તેણે સમજવું), ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય.


કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વૈરીઓ તારી સામા પાળ બાંધશે, તને ઘેરી લઈને ચારે તરફથી તને સંકડાવશે,


જ્યારે યરુશાલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો [સમય] પાસે આવ્યો છે.


જો આપણે તેને એમ ને એમ જ રહેવા દઈએ, તો સર્વ તેના પર વિશ્વાસ કરશે, અને રોમનો આવીને આપણું ઠામઠેકાણું તથા પ્રજાપણું લઈ લેશે.”


તેઓએ બૂમ પાડી, “ઇઝરાયલી માણસો, સહાય કરો:જે માણસ સર્વ સ્થળે લોકોની તથા નિયમશાસ્‍ત્રની તથા આ સ્થાનની વિરુદ્ધ સર્વને શીખવનાર તે આ છે. અને વળી તેણે ગ્રીકોને પણ મંદિરમાં લાવીને આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે.


તેઓએ જૂઠા સાક્ષીઓને ઊભા કર્યા, જેઓએ કહ્યું, કે, “એ માણસ આ પવિત્ર સ્‍થાન તથા નિયમશાસ્‍ત્રની વિરુદ્ધ દુર્ભાષણ કર્યા વિના રહેતો નથી.


તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી, તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ, રખેને આપણે [તેનાથી દૂર] ખેંચાઈ જઈએ.


આ ભવિષ્યવચનો જે વાંચે છે, ને જેઓ સાંભળે છે, અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓને ધન્ય છે; કેમ કે સમય પાસે છે.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.


Lean sinn:

Sanasan


Sanasan