Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 24:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 ઈશ્વરના રાજનો આ શુભસંદેશ સમગ્ર દુનિયામાં બધી પ્રજાઓને સાક્ષી તરીકે પ્રગટ કરવામાં આવે તે પછી જ અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 દેવના રાજ્યની સુવાર્તા આખા વિશ્વમાં બધી જ જાતિના લોકોને સંભળાવવામાં આવશે. ત્યારે અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 24:14
29 Iomraidhean Croise  

જો, તે દિવસ, તે આવે છે! તારો નાશ નિર્માણ થયો છે. અન્યાયને મોર આવ્યો છે. ગર્વને ફણગા ફૂટ્યા છે.


અને તમે જતાં જતાં એમ પ્રસિદ્ધ કરો કે, ‘આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.’


વળી હું તમને કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈને માગશો, તો મારા આકાશમાંના પિતા તેઓને માટે તે પ્રમાણે કરશે.


પછી જૈતુનના પહાડ પર તે બેઠા હતા, તેવામાં તેમના શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું, “એ બધું ક્યારે થશે? અને તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.”


અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. પણ જોજો, ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહિ આવે.


અને ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં ઉપદેશ કરતા, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, ને લોકોમાં દરેક પ્રકારનો રોગ તથા દુ:ખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.


અને ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, ને દરેક [પ્રકારનો] રોગ તથા દરેક [પ્રકારની] બીમારી દૂર કરતા બધાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા.


અને પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ.


તે દિવસોમાં કાઈસાર ઑગસ્તસે એવો ઠરાવ બહાર પાડયો, “સર્વ દેશોના લોકોનાં નામ નોંધાય.”


અને યરુશાલેમથી માંડીને બધી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપનિવારણ પ્રગટ કરાવાં જોઈએ.


પછી તે તેમને ઊંચી જગાએ લઈ ગયો, અને એક પળમાં જગતનાં તમામ રાજ્ય તેમને બતાવ્યાં.


અને તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, તે દિવસ સુધી પોતે જે જે કરવા તથા શીખવવા માંડ્યું, તે સર્વ બાબત વિશે, ઓ થિયોફિલ, મેં પહેલું પુસ્તક લખ્યું છે.


તેઓમાંના આગાબાસ નામે એકે ઊભા થઈને આત્મા [ની પ્રેરણા] થી સૂચવ્યું, “આખા જગતમાં મોટો દુકાળ પડશે.” અને કલોડિયસની કારકિર્દીમાં તેમ જ થયું.


કેમ કે તેમણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇનસાફ કરશે, જે વિષે તેમણે તેમને મૂએલાંઓમાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”


પણ તેઓને તેઓ જડ્યા નહિ ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ઘસડી લઈ જઈને તેઓએ બૂમ પાડી, “જેઓએ જગતને ઊથલપાથલ કર્યું છે, તેઓ અહીં પણ આવ્યા છે”


તેથી આપણા આ ધંધાનો તિરસ્કાર કરવામાં આવે એવું ભય છે એટલું જ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવાનો અને તેનું માહાત્મ્ય નાશ પામવાનો સંભવ છે.”


હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ [માંનો કોઈ પણ] મારું મોં ફરી જોશે નહિ.


પણ હું પૂછું છું કે શું તેઓએ સાંભળ્યું નથી? હા, ખરેખર, ‘આખી પૃથ્વી પર તેઓનો અવાજ તથા જગતના છેડાઓ સુધી તેઓનાં વચનો ફેલાયાં છે.’


એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દઢ રહો, અને જે સુવાર્તા તમે સાંભળી છે, તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ, તો; એ સુવાર્તા આકાશ નીચેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે; અને હું પાઉલ તેનો સેવક થયો છું.


તે [સુવાર્તા] તમારી પાસે આવી પહોંચી છે, જે આખા જગતમાં પણ ફેલાઈ છે અને ફળ આપે છે તથા વધે છે તેમ; જે દિવસથી તમે સત્યમાં ઈશ્વરની કૃપા સાંભળી તથા સમજયા તે દિવસથી તે તમારામાં પણ [ફળ આપે છે તથા વધે છે].


વળી જયારે તે પ્રથમજનિતને જગતમાં લાવે છે, ત્યારે તે કહે છે. “ઈશ્વરના સર્વ દૂતો તેનું ભજન કરો.”


કેમ કે જે આવનાર યુગ સંબંધી અમે વાત કરીએ છીએ, તેને તેમણે દૂતોના નિયંત્રણમાં મૂક્યો નહિ.


પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો. પૃથ્વી પર રહેનારાંઓમાં એટલે સર્વ રાજય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે સનાતન સુવાર્તા હતી.


કેમ કે તેઓ ચમત્કારો કરનારા દુષ્ટ આત્માઓ છે, જેઓ સર્વ શક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈને માટે આખા જગતના રાજાઓને એકત્ર કરવા માટે તેઓની પાસે બહાર જાય છે.


તેં મારા ધૈર્યનું વચન પાળ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા માટે કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર‌ છે, તેનાથી હું પણ તને બચાવીશ.


Lean sinn:

Sanasan


Sanasan