Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 23:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને લોકો તેઓને જુએ એવા હેતુથી તેઓ પોતાનાં બધાં કામ કરે છે. તેઓ પોતાનાં સ્મરણપત્રોને પહોળાં બનાવે છે, ને પોતાનાં વસ્ત્રોની કોર વધારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ બધું દેખાવ પૂરતું જ કરે છે. તેમના કપાળ અને હાથ પર શાસ્ત્રવચનો ચર્મનાં મોટાં માદળિયાંમાં મૂકીને બાંધેલાં હોય છે, અને તેમના ઝભ્ભાની ઝૂલ કેટલી લાંબી હોય છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોની પેટી પહોળી બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોરની ઝાલર વધારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “તેઓ સારા કામ એટલા માટે કરે છે કે લોકો તેઓને જુએ. તેઓ પવિત્ર દેખાવા માટે શાસ્ત્ર વચનોના શબ્દો સાથેની પેટીઓ લઈ લે છે અને સ્મરણપત્રોને પહોળા બનાવે છે અને પોતાના ઝભ્ભાની ઝૂલને લાંબી કરે છે જેથી લોકો તેમને ધર્માત્મા સમજે, જુએ.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 23:5
20 Iomraidhean Croise  

યેહૂએ કહ્યું, “મારી સાથે ચાલ, ને યહોવા પ્રત્યેની મારી આસ્થા જો.” એમ તેઓએ તેને રથમાં બેસાડ્યો.


અને એ તારા હાથ પર ચિહ્ન જેવું ને તારી આંખોની વચમાં યાદગીરી જેવું થશે, એ માટે કે યહોવાનો નિયમ તારે મોઢે રહે; કેમ કે યહોવા તને બળવાન હાથે મિસરમાંથી કાઢી લાવ્યા છે.


કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો તેઓને તારે ગળે બાંધ; તેઓને તારા હ્રદયપટ પર લખી રાખ.


અને સાતમે દિવસે યાજક તે રોગ તપાસે. અને જો, તે ઉંદરી પસરી ન હોય, ને તેમાં પીળા વાળ ન હોય, ને તે ઉંદરી ત્વચાથી ઊંડી ન જણાતી હોય, ને તે ઉંદરી ત્વચાથી ઊંડી ન જણાતી હોય,


અને જુઓ, એક સ્‍ત્રીને બાર વરસથી લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્‍ત્રની કોરને અડકી.


તેમણે તેઓને કહ્યું, “તમે પોતાને માણસોની આગળ ન્યાયી દેખાડો છો; પણ ઈશ્વર તમારાં અંત:કરણ જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દષ્ટિમાં કંટાળારૂપ છે.


તેઓ વિધવાઓનાં ઘર ખાઈ જાય છે, અને ઢોંગથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.”


કેમ કે ઈશ્વર તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસોના તરફથી થતી પ્રશંસાને વધારે ચાહતા હતા.


તમે એકબીજાથી માન પામો છો, પણ જે માન એકલા ઈશ્વરથી છે તે તમે શોધતા નથી, તો તમે વિશ્વાસ શી રીતે કરી શકો?


જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે. તે જ ખરો છે, અને તેનામાં કંઈ અન્યાય નથી.


માટે આ મારાં વચનો તમે તમારા હ્રદયમાં તથા તમારા મનમાં સંઘરી રાખો. અને તમે તેમને નિશાની તરીકે તમારા હાથ પર બાંધો, ને તમે તમારી આંખોની વચ્ચે તેઓને કપાળભૂષળ તરીકે રાખો.


જે ઝભ્ભો તું પહેરે છે તેની ચારે બાજુએ તારે ઝાલર મૂકવી.


અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ, ને તારી આંખોની વચ્ચે તેમને કપાળભૂષણ તરીકે રાખ.


કેટલાક તો અદેખાઈ તથા વિરોધથી, અને કેટલાક સદભાવથી ખ્રિસ્ત [ની સુવાર્તા] પ્રગટ કરે છે.


પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.


જે ઈશ્વર ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેમની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે, અને એમ ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઈશ્વર તરીકે ઈશ્વરના મંદિરમાં બેસે‌‌ છે.


Lean sinn:

Sanasan


Sanasan