Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 22:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એ માટે તમે રસ્તાઓનાં નાકાં પર જાઓ, ને જેટલા તમને મળે તેટલાને લગ્નમાં બોલાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 હવે તમે મુખ્ય રસ્તાઓ પર જાઓ અને તમને મળે તે બધાને બોલાવી લાવો.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 એ માટે તમે રસ્તાઓનાં નાકા પર જાઓ અને જેટલાં તમને મળે તેટલાંને ભોજન સમારંભમાં બોલાવો.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેથી હવે તમે શેરીઓના ખૂણેખૂણામાં જાઓ અને જે લોકોને જુઓ તે દરેકને લગ્ના ભોજનસમાંરભમાં આવવાનું કહો.’

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 22:9
16 Iomraidhean Croise  

કેમ કે માર્ગમાં ફાંટા પડે છે તે જગાએ, બે માર્ગના મથક પર બાબિલનો રાજા શકુન જોવા ઊભો‌ છે: તે આમતેમ તીર હલાવે છે, તે તરાફીમની સલાહ લે છે, તે કલેજામાં અવલોકન કરે છે.


તેના લોકોમાંથી નાસી છૂટતા હોય તેમને કાપી નાખવાને તું માર્ગમાં આડો ઊભો ન રહે. અને તેના લોકોમાંના જેઓ બચી રહેલા હોય તમને સંકટ સમયે [શત્રુઓના હાથમાં] સોંપી ન દે.


તેઓ તેને કહે છે, “કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી તે માટે.” તે તેઓને કહે છે, “તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.”


અને તે ચાકરોએ બહાર ‍રસ્તાઓમાં જઈને ભલાંભૂડાં જેટલા તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી લગ્નની ભરતી થઈ.


પછી તે પોતાના‍ ચાકરોને કહે છે, “લગ્નનું જમણ તૈયાર છે ખરું, પણ નોતરેલા યોગ્ય ન હતા.


અને યરુશાલેમથી માંડીને બધી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપનિવારણ પ્રગટ કરાવાં જોઈએ.


કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, ‘મેં તને વિદેશીઓને સારુ પ્રકાશ તરીકે ઠરાવ્યો છે કે, તું પૃથ્વીના છેડા સુધી તારણસાધક થાય.’”


હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું,


આત્મા તથા કન્યા બન્‍ને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.


Lean sinn:

Sanasan


Sanasan